પુરુષોત્તમ પર્વ 6 : મના (રે નયણાં ! મત વરસો..) – વેણીભાઇ પુરોહિત

વેણીભાઇ પુરોહિતનું એકદમ મજાનું ગીત.. અને મારા જેવા આંખોમાં હંમેશા વાદળ લઇને ફરતા લોકો માટે એકદમ સાચી સલાહ 🙂
અને કોઇ live program નું recording હોવાથી સંગીત પણ એકદમ ઓછું, ફક્ત થોડું હાર્મોનિયમ.. જે ખરેખર તો શબ્દો અને સ્વરને શ્રોતા સામે વધુ અસરકારક રીતે રજૂ કરે છે.

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

કે નયણાં !
મત વરસો, મત વરસો :
કે નયણાં !
વરસી ને શું કરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું:
તો દર્દીલાં ખારાં જલનું
કયાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો, ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથા ડૂબી મરશો.
રે નયણાં ! મત વરસો, મત વરસો.

કોઇ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઇને કરગરશો ?
રે નયણાં ! મત વરસો, મત વરસો.

13 replies on “પુરુષોત્તમ પર્વ 6 : મના (રે નયણાં ! મત વરસો..) – વેણીભાઇ પુરોહિત”

  1. તારો છેડલ્લો ગોરિ તુ ઢાન્ક ને જરા આ તો ચૈતેર વૈશાખ ના વાયરા… આ ગિત ક્યા સામ્ભળ વા મલ્સે…?

  2. ઉમાશઁકર જોશીનુ કાવ્ય યાદ આવે ૬
    ઉર એકાઁતે ઝુરી મરતુ , ભાવતરઁગે એકલ તરતુ ,
    અઁતરના ઉલ્લાસ નીતરતુ મારુ આઁસુ;
    આપુ છુઁ તુજને એ સિઁધુ ગર્જે,
    ગીતડા તવ જલબિઁદુ.
    એવુઁ ગાન પૂરી મૂક એને નચાવજે તાને…
    અનઁતતાની એકલ વાટે અશ્રુગીતને વિસરુ ઘેને,
    જગ તુજને દૌ ૬ઉ ઘૂઘવાટે ગજાવજે એને…ઉર
    ગેય છે ૨૦ વર્ષો પહેલા શીખ્યુ હતુઁ.

  3. સરસ મને હરેશ,તુશાર,ઉરે યાદ આવિયા અને આજજ એચ.પિ.મેહતા રનગભુવન demolish!
    ૨૨-૮-૦૯

  4. ફરી ફરીને આ ગીત વાંચ્યું… જેટલો પ્રવાહી લય છે, એવું જ અદભુત ગીત… વેણીભાઈનું જ ‘નયણાં’ કાવ્ય યાદ આવી ગયું…

  5. ખૂબ જ સુંદર અને ભાવવાહી ગીત! સરસ પસંદગી બદલ આભાર.
    સુધીર પટેલ.

  6. આ ગીત શ્રી પુરુશોત્તમભાઈના લાઈવ કાર્યક્રમમા સુરતમા ત્રણ-ચાર વાર સામ્ભળ્યુ હતુ, ફરી વાર આજે સામ્ભળી ખુબ આનદ થઈ ગયો….આપનો આભાર…………

  7. ખારા લવણ સમ અમરત થઈને રહેશો.
    નયણાં તમે મત વરસો રે, મત વરસો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *