ટહુકોની બે એરિયા ટીમના કલાકારોના સ્વરમાં આ ગીત ફરી એકવાર સાંભળીએ.
સ્વર ઃ આણલ અંજારિયા, અચલ અંજારિયા, હેતલ બ્રહ્મભટ્ટ, નિકુંજ વૈદ્ય
*******
Posted in August 2009
સ્વર : અજિત – નિરૂપમા શેઠ
સંગીત : અજિત શેઠ
.
સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!
– રાજેન્દ્ર શાહ
આભાર જયશ્રી આ ગીત માટે.. ખુબજ ગમ્યું…
ખુબ સુન્દર્ મધુરુ ગેીત્
Very soft,very sweet,very pleasant,very well meant,very cheerful ,very well sung creation.
વાદ્યોની ભરમારનો જ્યારે જ્યારે થાક લાગે છે ત્યારે આ ગીત / સ્વરાંકન સાંભળું છું. ને જીવ પાછો રાજીરાજી થઈ જાય છે.
રવિન્દ્ર સંગીતની તો ગજબની કમાલ છે. સલામ રાજેન્દ્ર શાહ, અજીત શેઠ, નિરુપમા શેઠ !
જરાય કોલાહલ વગર્,વહેતા પાણિનિ સપાટિ નિચે શાન્ત વહેણ જેવુ કમ્પોઝિશન ખુબ ગમ્યુ.
શબ્દો તો આ આન્ધળિ દોટ દુનિયાનિ પેલે પારના છે.
કવિશ્રી રાજેન્દ્ર શાહ ની ઉત્તમ રચના !
સાવ નિઃસ્વાર્થ અને હળવા થૈ જવાય એવા એક ગરવા સમ્બન્ધ ની ફોરમ લૈ ને આવ્યું ચ્હે આ ગીત !
આનઅન્દ નો અનુભવ, પ્રેમ નો એક્રરાર્,સુખ નુ પ્રતિબિમ્બ્.
મને ખુબ ગમતુ ગિત
there are excellent poems of rajendra shah . it helped me lot in my project work .
રવીન્દ્રસંગીત જેવું … ?!!
સરસ ગીત !