તમારા સમ…. – મુકુલ ચોક્સી

ટહુકો પર હવે એક પછી એક ફરમાઇશ થયેલા ગીતો મુકવાની ઇચ્છા છે… તો ચાલો… શરૂઆત આજથી જ…

આજનું આ ગીત ખરેખર ઘણી રીતે સ્પેશિયલ છે…. આ ગીતને જો વાંચતા આવડતુ હોત, તો મેં એને જરૂરથી એક પ્રેમપત્ર લખી દીધો હોત… 🙂

સૌથી પહેલા તો… એનું સંગીત… ટહુકોના નિયમિત મુલાકાતીઓ માટે મેહુલ સુરતીનું સંગીત અજાણ્યું તો ક્યાંથી હોય…!! મેહુલભાઇના પોતાના સ્વર સાથે જ્યારે આ ગીત શરૂ થાય છે, ત્યારે છેડાતો આલાપ જ મન ડોલાવી જાય… ઝડપી સંગીતની સાથે સાથે શાસ્ત્રીય સંગીતનો ખૂબ જ સરસ સમન્વય કર્યો છે એમણે.

ગીતનું શિર્ષક : તમારા સમ…. આમ જોવા જાવ તો આ બે શબ્દો કોઇ વાક્યનો અર્થ બદલતા નથી, પણ શબ્દોના ભાવ પર આ બે શબ્દોનો શો પ્રભાવ છે, એ આ બે શબ્દો કાઢીને આખુ ગીત વાંચશો તો તરત ખ્યાલ આવશે.

ગીતમાં મને સૌથી વધુ ગમતી કડી :
તમારી યાદમાં વીતે… એક એક પળ… વરસ લાગે ..
અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….

અને હા… મારા માટે આ ગીત ફરી ફરીને સાંભળવાની વધુ એક લાલચ એટલે… મુકુલભાઇની જ કલમે લખાયેલી અને મારી ઘણી ગમતી ગઝલ ‘ચૂમી છે તને..’ ના બે શેર.. !! આમ એક ગીતની વચ્ચે બીજી ગઝલના શેર વાંચો તો કંઇક અજુગતુ લાગે કદાચ… પણ મેહુલભાઇના અવાજમાં એ સાંભળતી વખતે એટલી મજા આવે છે કે … વાહ વાહ….

અને હા… કોઇક વાર મેહુલભાઇને રૂબરૂમાં સાંભળવાનો લ્હાવો મળે, તો આ ગીતની ફરમાઇશ કરવાનું ભુલશો નહીં.

અને છેલ્લે, એક સંદેશ મેહુલભાઇ માટે :
તમારા સૂરની રેલાય છે મૌસમ….
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

tamara sam...

( બનું હું ફુલ, તો બનશો તમે શબનમ.. )

.

you gotta believe me…. !!!
liquid music with mehul….
તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ…..
તમારા સમ….
you gotta believe me…. !!!
come on ms….

તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગે ..

અને તો પણ પડે છે આખુ જીવન કમ તમારા સમ….
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

ગીતના ઘેઘુર ગરમાળામાં ચૂમી છે તને
બે ગઝલની વચ્ચે ના ગાળામાં ચૂમી છે તને
સાચુ કહો તો આ ગણિત અમથું નથી પાકુ થયુ ‘મુકુલ ‘
બે ને બે હોઠો ના સરવાળામાં ચૂમી છે તને

બનું હું રાત તો શમ્મા તમારું નામ થઇ જાશે
તમે સાકી બનો તો મારુ હૈયું જામ થઇ જાશે
તમારા રૂપની ઝળહળ જો સુબહો શામ થઇ જાશે
સૂરજ ને ચાંદ બન્ને જણ બહુ બદનામ થઇ જાશે

બનું હું ફૂલ તો બનશો તમે શબનમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ

તમારા સમ… તમારા સમ… તમારા સમ… તમારા સમ…

————————–

ફરમાઇશ કરનાર મિત્ર : ડો. વિવેક ટેલર

વ્હાલા વિવેકભાઇ, Happy Birthday. 🙂

————————–

નીચે અભિપ્રાય વિભાગમાં ચિરાગની વાત વાંચીને યાદ આવ્યું…. આ ગીત ડાઉનલોડ કરવું છે ?

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અને મેહુલ સુરતીના આ અને બીજા ઘણા ગીતો ડાઉનલોડ કરો, એમની વેબસાઇટ પરથી.

————————–
ગીતની લંબાઇને ધ્યાનમાં રાખીને રેકોર્ડ ન થયેલી પંક્તિ : ( આ પંક્તિની સાથે બીજી થોડી પંક્તિઓ પણ સાંભળવી હોય તો તક મળ્યે મેહુલભાઇના કોઇ કાર્યક્રમમાં અચૂક જશો. )
તમે પહેલા આગળ રહીને પછી નજદીક આવો છો,
રડાવેલી એ આંખોને જ ખુશીઓથી સજાવો છો,
તમે અમને ડૂબાડી પછી હોડી બચાવો છો,
ખરા માઝી તમે છો કેવા સંયમથી સતાવો છો,

જખમ પણ આપ છો ને આપ છો મરહમ… તમારા સમ
તમારા રૂપની રેલાય છે મૌસમ.. તમારા સમ
————————
ગઝલ ‘ચૂમી છે તને’ ના બધા શેર અહીં વાંચો

84 replies on “તમારા સમ…. – મુકુલ ચોક્સી”

  1. its nice bt music vadu 6 end ma k sry bt over all mast 6 maja avi k bt bda sate auditoriam bo maja ave k thx continue
    keep it up!

  2. revolution started …now gujarati music can compete with world music.

    Truly speaking when 1st time i heard first 5 second of a song ,i think this is going to be a hollywood song or indi-pop ….

    but after 7-8 second when da combination of classical started with western bits…i was thinking this is going 2 be a hindi song…

    but when the lyrics started,i was totally surprised …this is a gujarati ghazal in a lit bit format of kawalli….

    This is a normal thinking from youngistan as nobody expect such a great music from gujarati musician and this is da real way how da youngistan can be attracted 2wards da gujarati music and sahitya ..great work !!!

    What a genious man mehul surti is…
    The work which a r rahman has done in hindi music,,similar that kind of work this man is doing here…

    The most experimental music composer I hav seen after music mestro a r rahman.

    mukul choksi and mehul surti jodi is like gulzar and a r rahman jodi….

  3. This is an awesome Song. Great Lyrics – Dr. Mukul bhai, Absolutely top class composition & sung by one of the best Gujarati singer & composer – Mehul Surti.

    “જખમ પણ આપ છો ને આપ છો મરહમ… તમારા સમ”

    Dr. Mukul bhai – Prasoon Joshi must have heard your song, & copied into his recent Delhi -6 – “Rehna Tu” song!! Same words!!

    Hats off one more time to Dr. Mukul bhai & Mehul.

  4. Hey Jaishree,

    I have difficulty listening this song…

    it is giving “error opening the file” message

  5. I am trying play this song but it says “error opening file” so plz do something and make this song playable. thank you very much

  6. અરે .વાહ્! અદભુત્!
    This Really Turned My Heart A Lot…!
    Thanks A Lot To Both Of U For Giving Us Such A Beautyful Composition…!
    Music Is Too Good…ખુબસુરત અનમોલ….!!!!

  7. અદભુત ખરેખર અદભુત ગુજરાતિ મારિ માત્રુભાશા ચ્હે.

  8. જયશ્રીબેન,
    ગઇકાલે તમને મળ્યા ને વાતો તમે કરી, વિષય હતો, તમારા સમ,
    છુટા પડ્યા, ઘરે ગયા અમે, સાંભળ્યુ ગીત.. તમારાસમ..
    લાગ્યુ કે મેં તો વર્ષો વિતવ્યા એમજ, તમારા સમ..
    નાચી ઉઠી ધડકન પહેલી વાર પ્રેમથી.. સાંભળ્યુ સંગીત જ્યારે તમારા સમ..

    My Hearty congratulations to Mehulbhai and Mukulbhai..

  9. તમારી યાદ માં વિતે…એક એક પળ વરસ લાગે….

    ખરેખર ખુબ સુંદર!!!!!!!!!!!!!!!

  10. Very nice work of MEHUL kaka and MUKUL uncle.The song is very nice and melodious.I enjoyed this song very much.Thank you Jayshree auntie for keeping this song on tahuko

  11. I m not able to download the song
    the link is not valid
    Pls pls put the valid link.

    Thanks
    Regards

    નીરવ

  12. ગીતની લંબાઇને ધ્યાનમાં રાખીને રેકોર્ડ ન થયેલી પંક્તિ ન મલ્વનો ગમ ચે જય્શરિ બેન ને વિનતિ કે જે પંક્તિ નથિ એ મેહુલ પાસે થિ મેલવિ ને અહિ ઉમેરો
    તમારા સમ એ ઉમેરો થવાથિ બહુ મજા પદશે
    અને આ રચના download કેવિ રિતે થાય એ સમજવો

  13. તમે જો હોવ તો વાતાવરણ કેવુ સરસ લાગે
    અરીઠા લાગે છે આસવ ને ચા કોફી ચરસ લાગે
    તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે
    તમારી યાદમાં વીતે.. એક એક પળ.. વરસ લાગ

    Wow…. how beautiful !!!!

    Congrats and Thanks to Dr Mukul Choksi and the great Surti Composer…. our own Mehul.

  14. પહેલી જ વાર આ વેબ સાઇટ વિષે જાણવા મળ્યું..
    મુકુલભાઇ અને મેહુલને સાથે આ ગીત (તથા અન્ય ગીતો) ગાતા મેં લાઇવ માણ્યા છે.. તે જોવાની મઝા તો ભાઈ એકદમ અલગ જ છે !!!
    આ બ્લોગ વાંચીને તે બધી યાદ તાજી થઇ ગઈ..!
    હું પણ મારો એક બ્લોગ બનાવવાની Processમાં છું.. જેમાં જુના ગુજરાતી ગાયનો ગીતો કવિતાઓ નાની વાર્તાઓ વગેરે યુનિકોડ ગુજરાતીમાં મૂકીશ… tahuko.com ને હું તેમાં ચોક્કસ Link કરીશ….
    હિમાંશુ પરભુભાઇ મિસ્ત્રી (હાલ ચેન્નાઈ)

  15. Thank you Jayshreeben,
    WOW! I am not into this kind of music, but I am amuse and amaze with Mehulbhai and Mukulbhai’s this wonderful creation. No doubt Gujarati geet will live “YAVAD CHNADRA DIVAKARO”. All the best and thanks again to all of you.

  16. તમે બેસો તો સઘળૉ થાક ઉતરિ જાય આ રસ્તા નો
    તમે ચાલો તો ચાલે કાર્ભાર આ વિશ્વ આખા નો

    તમે બોલો તો ઘુંટાતો રહે અહેસાસ મીરાનો
    તમે ચૂપ હોવ તો ચહેરો બને છે મોનાલીસાનો

  17. આવો ટ્હુકો વારમ્વાર કરો,નહિ તો અમારા સમ્

  18. really very nice,i liked it.please try to make it more clear i mean the sound is not clear sometimes i could not understand few words of that song but anyway its beautiful.

  19. અમે તો રહી ગયા ખાલીખમ તમારા સમ
    સુંદર પંક્તિઓ સુંદર ગીત સુંદર સંગીત સુંદર સ્વર
    પણ અમારો વ્હાલો ટહૂકો સહુથી સુંદર
    આભાર જયશ્રી

  20. ” Love happens only once………the rest is just life……….!”
    ” Love is a blind it cant see anything but…it can feel every each of your presence….”

    ” Zindagi kisi ki aankho ko pyaar se dekhne kaa naaam hai……yaaaa kisi ki aaankho me pyaarr……??????” Lagtaaa hai ye pehli sulzaaate sulzaate Zindagi beet jaayegi……!

  21. hi jayshree
    this is for you ,

    તમે સ્પર્શો તો સાથે થાય અનુભવ ટાઢ તડકાનો
    તમે વરસો તો ઝાંખો લાગે છે વૈભવ આ વર્ષાનો

    તમે ના હોત તો ન અર્થ રહેતે કોઇ ઘટના નો
    તમે ના હોત તો નકશો અલગ હોતે આ દુનિયા નો
    અને આથી જ જળવાતો નથી સંયમ
    તમારા સમ તમારા સમ તમારા સમ

  22. મારો દોસ્ત નીરવ, મેહુલ સૂરતી ને ‘એ.આર.સૂરતી’ જ કહે છે…. આજે લાગ્યું કે એ વાત તદ્દન ખરી જ છે !

    બહુ મઝાનું ગીત !! નવી પેઢીને આવા સંગીતથી જ ગુજરાતી ગીતોનું ઘેલું લાગી શકે. આવા જ ગીતો બનતા રહેશે તો ગુજરાતી ગીતો ભૂલાઈ જવાની ચિંતા કરવાની કોઈએ જરાય જરૂર નથી.

  23. ખુબ જ સરસ. for the first time, i am hearing such a song which is so soft on paper on the beat of qawali & it sounds so beautiful.

    thanks jayashree

  24. an increadible lyrics and awesome composition… there is only 1 way to find both the things togetere…n surat ppl are luckey to have the two jems.. mukul choksi and mehul surti..!!
    tamara sum is one of the gr8 compositions..!!cnt be compaired with anyother..!!
    ..keep it up..!!

  25. ખરખેર જયશ્રી બહુ જ સરસ ગાયન છે , મઝા આવી ગઈ, તારા ટહુકાની એવી તો આદત પડી ગઈ છે કે જેવુ કોમ્પયુટર ઓન કરુ છુ સૌથી પહેલા તારો ટહુકો સાંભળુ છુ પછી જ બીજુ કોઈ કામ થાય…કામ કરતા બોર થઈ જવાય તો પણ તારો ટહુકો,, સહેજ વાર ની નવરાશ હોય તો પણ તારો ટહુકો….. આક દિવસ એવો આવશે કે હુ આ કોમેન્ટબોકસ મા પણ ટેંહુક…. ટેહુક… જ લખીશ

  26. brilliant song… i have heard this earlier and it is now my favourtire song.. i have stored it in my cell and almost hear it 5-6 times in a day.. it has so much of energy.. great music.. great lyrics..
    well, regarding mehul surti.. me and lots of my class mates knew him initially because of her mother, who was our teacher.. so we have seen his passion for music when he was not so much famous.. but now once i visited his websites and heard his songs.. i can just say this.. we are proud of you mehul… talent and hard work can do wonders no matter in which corner of the world you are…just loved this song.. frankly speaking i have never enjoyed any hindi or english song as much as i enjoy this one.. trully brilliant..

  27. વિવેકભાઈનો ફરમાઈશ કરવા બદલ અને જયશ્રીબેનનો ફરમાઈશ પુરી કરવા બદલ -આભાર,
    મેહુલ સુરતી અને મુકુલ ચોકસી ને શબ્દ-સૂરના નિરાલા સંગમ બદલ ખુબ ખુબ -અભિનંદન
    કદાચ પહેલી વાર એક ગુજરાતી ગીતને કવ્વાલી તરીકે સ્વરબધ્ધ કરેલી જાણી અને મન મુકીને માણી.
    ..વાહ!! કમાલની ધમાલ ને શબ્દ-સૂરના ગુલાલ.
    આભાર.
    અ.વિ.

  28. mind blowing..i think this is the evoluation in gujrati songs…excellent combination of bit western n indian music with gujrati language. just tell the world we r coming …yes.. we r …

  29. આખરે મારી આળસ પર હું વિજય મેળવી શક્યો…કે પછી એમ કહું કે મેહુલભાઈના સંગીતે મને comment લખવા મજબૂર કરી જ દીધો…કદાચ પહેલી વાર એક ગુજરાતી ગીતને કવ્વાલી તરીકે સ્વરબધ્ધ કરેલી જાણી અને મન મુકીને માણી…અધ્યતન શૈલીનો ઉપયોગ કરીને અજમાવેલો આ પ્રયોગ હ્રદયપુર્વક બિરદાવવો જ રહ્યો…જો આ પ્રકારે જ ગુજરાતી ગીત-ગઝલો સ્વરબધ્ધ થતી રહેશે તો મને ખાતરી છે કે ગુજરાતી ગીત-સંગીત ઘરે-ઘરે પહોંચશે…આભાર મુકુલભાઈનો જેમણે હંમે યાદગાર રચનાઓ આપી છે અને આખરે આભાર એ બંને વ્યક્તિઓનો જેમના કારણે આ સુંદર રચના સાથે મુલાકાત થઈ…વિવેકભાઈનો ફરમાઈશ કરવા બદલ અને જયશ્રીનો ફરમાઈશ પુરી કરવા બદલ…

  30. Amazing composition…
    I think that this is first Gujarati Song, I hear with some western music touch.
    Lyrics are great…
    Keep up the good work and let the Gujjus rock…

  31. ..વાહ!! કમાલની ધમાલ કરી… આ ગીતના વખાણ કરવાનું હું બીજા મુલાકાતિયો પર છોડી દઉ ને એક સરસ વાત કરુ…English માં….

    Mehul Surti’s songs seem to be multi channel recordings and possibly surround sound enabled.. for all the itchy guys like me, you can listen to all those recordings in virtual surround sound (nearly 5.1 effect vs. stereo), provided you can download the songs from mehulbhai website. i am not a tech guy so don’t know if you need a surround sound card for output, mine is dell inspiron 1505 and the songs sound great. you will need an mp3 surround player and an mp3 surround converter softwares. try it for yourself, good luck.

    http://www.iis.fraunhofer.de/fhg/iis/EN/bf/amm/mp3sur/index.jsp

  32. I can feel the genius in the musical carving….

    તમારા ગૃપની રેલાય છે મૌસમ.. તમારા સમ
    જગત આખામાં ફેલાઇ જશે ફોરમ… તમારા સમ…

  33. જયશ્રી,

    લાગે છે કે તું અમને નાચતા કરી દેશે.

    પ્રસ્તાવના વાંચતા જ અધીરાઈ જન્માવી દે છે અને ગીત સાંભળતા પગ થાપ આપતા થઈ જાય છે.

    મને સૌથી વધુ ગમી તે કડી .. “તમો ને જોઇને પાણીને પોતાને તરસ લાગે” .

    આ રીતે “ધમાકેદાર” ગીતો મુકતી રહી “ટહુકો” સદા ગુંજતો રાખજે.

    મેહુલ સુરતી અને મુકુલ ચોકસી ને ખુબ ખુબ અભિનંદન.

  34. ઘણુ સરસ ગીત – તમારો આભાર માનીયે એટલો ઓછો છે –
    કૌમુદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *