કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો …. – કવિ દાદ

કવિ દાદનું કન્યાવિદાયનું આ ગીત. તમે દિકરી હો, કે દિકરીના પપ્પા હો, અને આ ગીત સાંભળીને તમારી આંખો ન ભીંજાય, તો જ નવાઇ.. !!

સ્વર અને સંગીત : ઇસ્માઈલ વાલેરા

Red_mandap3

.

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

93 replies on “કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો …. – કવિ દાદ”

  1. ઓહ હો ….
    જયશ્રી જી…..
    બહુ મસ્ત્….
    i(as a gujarati) love u all who all help to make this website as a gujarati

  2. હમના જ દિકરિ ને સાસરે વલાવિ!
    એક પિતા માતે આ ગિત સામ્ભલવુ ખુબ અઘરુ!!
    પુરુ ગેીત સામ્ભલિ ન શક્યો………….
    શુ કરિ શકિયે? સમાજ નો રિવાજ કેમ બદલિ શકઐ?

  3. ગુજરાતનુગૌરવઆ એવા ઇસ્માઇલવાલેરા ની ખુબ જ સુન્દર રચના
    વારવાર ગીત સાભળ્વુ ગમે આભાર

  4. કવિ શ્રી દાદ મારી મમ્મી ના કાકા છે. નાનપણ મા મે કવિ દાદ ને ખુબ સામ્ભળય છે. જો આ ગીત ને તમે કવિ દાદ ના સ્વર મા સામ્ભળ્સો તો ખુબજ આનન્દ આવશે.

  5. hu daru chhu e divash thi jyare mari dikri sasre jashe .. khabar nahi kem jivase ena vagar.. daru chhu e divash thi.. last antro bahu radave chhe aa kavita no….

  6. I had this full song with complete ras darshan. I was looking for it. At least, now I have this song.

    Can anyone guide me where can I get the recrding of diaro which narrates this full song.

  7. bahu saras geet che varsi pachi vanchi ne aankh maa pani avi gaya
    dhanya che aapnu gujarat ane dhanya che aapana gujarati sangeetkaro jemne duniya gajavi che

  8. I hope and requesting you please cover all song like “Kalja kero Katko”.I have request again please cover krisna’s geet like “kana ne makhan bhave re”etc. i hope you will doing this thing.

  9. વાહ દિકરી વાહ કાળજાકેરોકટકો વાહ ઇસ્માઈલ વાલેરા

  10. thank you, thank you for preserving such rear collection for our future generation. god bless you and give you long life to collect
    rearest to rear heritage

  11. લગ્નગીતો ને લગતી પોસ્ટ જોઈ અને આ ગીત સાંભળવાનુ મન થઈ ગયુ.
    આભાર.

  12. ગુજરાતનુગૌરવઆ એવા ઇસ્માઇલવાલેરા ને નમન

  13. આજે તો લોટરિ લાગિ ગઈઃ જ્યા જ્યા નજર મારિ થરે,
    કાળજા કેરો કટકો, કસૂંબિ નૉ રન્ગ, પાન લિલુ જોયુ,
    આન્ધળિ મા નો કાગળ , નયન ને બન્ધ રાખિ ને,
    તારા વિના શામ, એક જ પેજ પર આ યાદિ વાચિને મન મોર બનિ થનગનાટ કરે……………………

  14. શુ લખુ, કોઇ શબ્દો જ મળતા નથી. ખુબ જ સુન્દર રચના.
    એક બાપ જ સમજી શકે દિકરી ની લાગણી………….
    મયુર ચોકસી

  15. I have listened this song from Dad’s Son.I know him personally . We spent 3 hours together and his voice is fantastic as well. It would be nice if you have a chance to post – ” Hiran Halkari” from Dad’s collection. That is also very nice….

    Dad’s another famous kavita is :

    Dhad Dhingane jena Matha Masale Ina Paliya Thaine Pujavu

    Ghadvaiya Mare Thakorji Nathi Thavu!

    Good Work jayshree ! Keep it up!

  16. ખુબ જ સરસ…..અગર કોઇ પાસે અરવિંદ બારોટે ગાયેલ આ ગીત હોય તો જરૂરથી પોસ્ટ કરશો. ધન્યવાદ.

  17. લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
    જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

    જ્યારે આ પન્ક્તી સામ્ભરુ છુ ત્યારે મારી આન્ખો ભીની થઇ જાય છે

  18. ઘર ઘર રમતી દિકરી ઘર વસાવવા નીક્ળે ત્યારે કયા બાપની આઁખો ભીની ન થાય્

  19. જે ગેીત માટે બધે ખુબ તપાસ કરેી એ આજે માણ્યુ ને એ સમય યાદ આવ્યો કે પાચ વરસ પહેલા મારા નાના સન નેી wife-નેી વેીદાય —આખો હોલ આ ગેીત થેી રડેી -પડેલ્.{રડ્વામા last time sudhi હુ પણ હતેી–Mother in law –hova chhata,}because Bindiya નુ રુદ્ન જ કાર્મુ હતુ.ને આ ગેીત્,રાગ્-શબ્દો જ એવા ૬એ કે ભલ્-ભલા-ના કાળ્જા કમ્પાવેી દે!!! Dhany chhe Geet na Rachyita ne &Tahuko par aapnaar ne!!!આભાર્!!–પટૅલ પરેીવાર શેીકાગો—U.S.A.

  20. તમારી પાસે આ ગીત પ્રફુલ દવે ના શ્વરે ગવાયેલ હોય તો મુક્વા વિનન્તિ…

  21. બહેન, નવરાત્રી આવી છે. પરંપરાગત માતાજીની આરતી (જય આધ્યાશક્તિ) અને સ્તુતિ મુકી શકો????

  22. after living in the usa for 20 years my heart is still in india when i found out about tahuko i was so happy
    Thanks to akila for giving me this site keep up the good work. 🙂 Thanks

    PS see if you can find some material for kanjibutta barot

  23. Just amazing work you are doing here…….i was looking for a song ……kalja kero katko…..and i found it here.I enjoyed it more coz i found its lyrics here too.Keep it up……thanks for such a wonderful work.

  24. Kharekhar je Last Line che sachi che darek Pita mate potani dikri Viday thay tyare khubaj karun prasang hoy che.kavi dade lakhelu sachu che ke”Kalja kero katko maro gath thi chuti gayo”dare pita mate avu bantu hoy che

  25. દિકરિ જે ને હોય તેને તો રદવુઆવેજ ને મારે તો દિકરિ નથિ પન બે ભહત્રિજિ હમ્ના ૧ ના લગ્ન થયા મને em thay chhe ke tu j divase paran se te divase hu tatha bija badha ne radavu awashe aa prasang j avo chhe mate tu jyare paranvani hoy tyare pahela janavje etle hu thodo strong thau

  26. સુજાતાબેન, રાજેશભાઇ અને મેહુલભાઇનો આભાર, આ ગીતના બધા શબ્દો મળી ગયા, જે ઉપર ગીતની સાથે લખ્યા છે.

    વિવેકભાઇ, હવે તો ચાલશે ને ? 🙂

  27. છબતો નહીં દે ધરતી ઊપર

    પગ ત્યાં થીજી ગયો

    બાંધતી નહીં અંબોડલો બેની
    ઈ મરને છૂટી ગ્યો (ભલે છૂટી ગ્યો)

  28. આ રચના ના ગાયક/સ્વરકાર ઇસ્માઈલ વાલેરા છે.આખુ ગીત મૅઈલ કરીશ —પ્રણવ ત્રિવેદી

  29. 3 words i could get….
    .chabto nahi je bharti upar……..
    baandhti nahi ambodo beni man ne chhutee gayo……
    jaan gai neej ghar ne hoon to suno maandavdo……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *