આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે… – રમેશ પારેખ

રમેશ પારેખનું આ ગીત પહેલી વાર સાંભળ્યું, ત્યારે ગમ્યું તો ખરું.. પણ જેમ જેમ વધારે સાંભળ્યું, એમ એમ વધારે ગમે છે… અને હવે તો આ ગીત સાંભળું, કે તરત સેન ફ્રાંન્સિસ્કો જ યાદ આવે… કારણ કે ‘કહાની મે ટ્વિસ્ટ’.. જેવું ઘણું બધું એ શહેરમાં અનુભવ્યું છે….

ભગવાને ત્યાં ખુલ્લા હાથે કુદરતી સૌંદર્ય વેર્યું છે… ( આપણે મોરપિચ્છ પર એક વાર સેન ફ્રાંન્સિસ્કોની મુલાકાત લીધી હતી.. યાદ છે ને ? ) આમ તો જોવાલાયક બધા સ્થળો પર 2-3 વાર ગઇ છું.. પણ તો યે એ ઉંચા-નીચા રસ્તાઓ… Ferry Building થી Pier 39 સુધીની morning walk… BART કે Metro Muni ની મુસાફરી.. જ્યાં જવું હોય ત્યાં મોટેભાગે સાઇકલ પર જવું અને પાછા વળતી વખતે નવા રસ્તા explore કરવાની લાલચમાં ખોવાઇ જવું.. એવું ઘણું બધું છે જે હજુ પણ યાદ આવે છે…. એમ થાય છે કે થોડા દિવસની રજા મળે… એ ઘર અને મારી સાઇકલ પાછી મળે… તો એ શહેરને મન ભરીને માણી લઉં…


સ્વર : સોલી કાપડિયા

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

( આભાર : લયસ્તરો )

( કવિ પરિચય )

25 replies on “આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે… – રમેશ પારેખ”

  1. મુખ દેખ દરપને નિત્યા સુનતા વનિ. આ કવિત મલે તો મોકલવા ક્રુપ કરશો.

  2. I am a great fan of soliji.
    At this stage this song is applicable to recent Japan’s tsunami -earthquake Disaster.Pray for all who suffer from this tragedy.

  3. પાચિકા હુ વિનતિ તિ, ઝુલહા હુ ઝુલતિ તિ,
    પાદર મા જાન આવિ જ્યરે, મારુ બચ્પન ખોવાયુ ત દાદેી

  4. kya bat kahi he shree ramesh parekhne,thode me bahot kuch kahe diya.sayad, un sahero ke kiye jisme bas ne wale insan ko khud apne liye bi time nahi milta,irsad

  5. Thanks,Jayshreeben. Again, after heard this song,I just’Khovai gayo ‘ when I heard !st time,’Te paloman’.
    Bansilal Dhruva

  6. So many times .can not here song when click on
    ‘Gamatu Git’ from ‘Anukramanika’. What’s the reason?

  7. have you been to rio ? if you are fascinated by RIO , you will be definitely impressed by Rio de janiero – a great city to explore and fall in love !! Have fun

  8. મિત્રો
    શિવ મહિમન સ્ત્રોત્રમ ઉમા ઓઝા ના સ્વર મા મલિ શકે તો સારુ.
    રુત્વિજ ઓઝા

  9. My God, Soli Kapadia’s composition and singing and voice all three are so unique! I am touched with this great artist’s mind boggling performance!
    LONG LIVE SOLI KAPADIA

  10. the poet has enliven almost everythings that the city consist of….it only require special eyes to write what you see…..amazing creation….thanks to everybody.

  11. એકદમ સાચી વાત કરી… નવા શહેરો માં (એમા પણ ગમતા શહેરમાં) ખોવાઇ જવાની મજા જ અનેરી હોય છે.

  12. એકદમ વાત કરી… નવા શહેરો માં (એમા પણ ગમતા શહેરમાં) ખોવાઇ જવાની મજા જ અનેરી હોય છે.

  13. ચકલી તું મારા ભાગ્યનું પરબિડિયું ઉપાડ,
    હું આવ્યો છું આ શ્હેરમાં ગુલમહોર શોધવા…

    શેરડીનો લઈ ખટારો શ્હેર બાજુ જાય છે
    ત્યાતો ધમધોકાર કેવળ સેકરિન વેચાય છે
    આંખમાથી પંખી ખંખેર્યા પછી કરજે પ્રવેશ,
    એક ટહુકાથી નગર આખું પ્રદુષિત થાય છે
    રમેશ પારેખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *