જીવન અંજલી થાજો – કરસનદાસ માણેક

ગુજરાતી શાળામાં ભણેલા દરેકને આ સ્તુતિ થોડે -ઘણે અંશે તો યાદ જ હશે… ચલો, જો ભુલાઇ ગઇ હોય તો હું આજે યાદ કરાવી દઉં..!  અને એ પણ ત્રણ અલગ-અલગ સ્વર-સંગીત સાથે..!! અને શાળાજીવન યાદ કરાવતી આ રચના સૌપ્રથમ સાંભળીએ બાળકોના સ્વરમાં….

.

સ્વર : મહાલક્ષ્મી અવરાણી

.

સ્વર : નિશા ઉપાધ્યાય, ગૌરવ ધ્રુવ
સંગીત : કૌમુદી મુન્શી

.

જીવન અંજલી થાજો !
મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;
હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !

24 replies on “જીવન અંજલી થાજો – કરસનદાસ માણેક”

  1. બહુ જ મઝા પડી – સરસ ગીત – ઘણા વર્શો પછી સામ્ભલ્યુ

  2. ખરેખર સ્કુલ ના દિવસો નેી યાદ તાજેી થઈ ગઈ….અભાર..

  3. મજા આવી ગઈ….. ઘણા વખત થી આ પ્રાર્થના શોધતો હતો.. આમ અચનાક જ મળી ગઈ.. ખુબ ખુબ આભાર જયશ્રીબેન્. ત્રણે પ્રકાર મા અલગ અલગ મજા મળી. ફરી એક વાર આપનો આભાર્…

  4. હાલ મા અમલસાદ h.d.s.m. high schoolઆ પ્રાથના ગવાય, schoolનિ યાદ અપાવવા બદલ આભાર

  5. ખુબ જ મજા આવી.
    ગુજરતી શાળાની યાદ આવી ગઈ.

  6. બાળ કલાકારોનો ભાવ હૃદયસ્પર્શી છે.
    ખૂબજ ભાવવાહી રચના અને રજુઆત.
    ધન્યવાદ.

  7. Hi
    I liked the kid’s version most.

    You did bring back the memory of school days.

    Thank you very much.

  8. બધાજ કલાકારોને મારા અભિનઁદન!! એકદમ શીતળતા ભરેલુ ગીત અથવા પ્રાર્થના !!
    દિનેશ ઓ.શાહ, ગેઈન્સવીલ, ફ્લોરિડા, યુ.એસ.એ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *