થોડા દિવસ પહેલા ધ્રુવ ભટ્ટનું ‘નકરો જાદુ’ ભરેલી કવિતા મૂકી’તી એ યાદ છે ને? બસ એવું જ કંઇ આ કવિતામાં પણ અનુભવાશે.. પાંદડા, પતંગિયા, પહાડ, ઝરણા, ડાળખી અને કેડીની વાતો કરતા કરતા કવિ આપણને જાણે ઘરે બેઠા-બેઠા જ જંગલની વધુ નજદીક પહોંચાડી દે છે..
(ઝરણાના નીર…. Lower Yosemite Falls, Yosemite N.Park, Apr 09)
* * * * *
આજ જંગલ ઊમટ્યું છે મારી આંખમાં
ઝાડથી વછૂટેલા ટહુકાઓ આવીને બેસે છે આજ બારસખમાં
ડાળખીને દોમદોમ ફૂટે ભીનાશ એની
પાંદડાઓ લખતા કંકોતરી
હવે આવશે લીલોતરીનું બે કાંઠે પૂર
આવી આગાહી થાતી આગોતરી
આખ્ખો વિસ્તાર પછી કેમ કરી માપવો નાનકડી નજરુંની પાંખમાં…
ઝરણાના નીરનુંય એવું ખમીર છે કે
મ્હેંક મ્હેંક થાય અંગ આખું
થનગનતા પ્હાડનેય થાતું કે આજ હવે
કેડીને ચૂમું કે ચાખું?
ઊછળતા-કૂદતા પતંગિયાને મુઠ્ઠીમાં તુંય હવે કેદ કરી રાખમાં…
ખુબ જ સરસ કાવ્ય મને ગમ્યુ
સરસ ગીત અને શબ્દો પણ મનભાવન……
સુન્દર ગીત
સરસ રચના છે…મને જંગલ બહુજ ગમે છે.ખાશ તો પ્રાણીપક્ષી…આવીરિતે લખતા રેજો..
સુન્દર ગીત
છંદ વિધાન ; થનગન થનગન થનગન!