જ્યાં ચરણ રુકે ત્યાં કાશી – હરીન્દ્ર દવે

આજે ૨૬ નવેમ્બર – સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવનો જન્મદિવસ.. એમને યાદ કરી આજે સાંભળીએ એમનું સૌથી પહેલું સ્વરાંકન…

સ્વરાંકન –દક્ષેશ ધ્રુવ
સ્વર – અમર ભટ્ટ

********

Posted on July 17, 2015

૬ વર્ષ પહેલા ફક્ત શબ્દો સાથે રજૂ કરેલી આ રચના, આજે એક નહીં, પણ બે સ્વરાંકનો સાથે ફરી એકવાર… ગમશે ને?

સ્વર અને સ્વરાંકન – મધૂસુદન શાસ્ત્રી

 

સ્વર અને સ્વરાંકન – વિજલ પટેલ

જ્યાં ચરણ રુકે ત્યાં ....    Photo : Chirag Patel (at Sierra, Tahoe)
જ્યાં ચરણ રુકે ત્યાં …. Photo : Chirag Patel (at Sierra, Tahoe)

જ્યાં ચરણ રુકે ત્યાં કાશી
ઝકળના બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ

જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.

સ્પર્શુ તો સાકાર, ન સ્પર્શુ તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઇ જાળમાં
હું જ રહું સંન્યાસી.

હું જ વિલાસે રમું, ધરી લઉં હું જ પરમનું ધ્યાન,
કદી અયાચક રહું, જાગી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી !

-હરીન્દ્ર દવે

17 replies on “જ્યાં ચરણ રુકે ત્યાં કાશી – હરીન્દ્ર દવે”

  1. “જ્યાં ચરણ રુકે ત્યાં કાશી..” રચના સાંભળીને લોકભારતીના એ સંગીત વૃંદની યાદ તાજી થઈ ગઈ..સરસ.. આભાર.

  2. Harindrabhai Dave ni aa sundar rachna sumadhur gayako na kanthe sambhli ghani maza aavi. Shri Madhusudan Shahstri no avaj sambhli ne Late Shri Manna Dey ni yaad aavi. Shri Madhusudhan bhai no kanth dil ni lagnione sparshi gayi and dil hilole chadyu!

    Vijal ni gayki ek judo andaj pirsi gayi ane ae pun man muki ne mani.

    Khub anandmayi peshgi maate abhinandan.

  3. બંને સ્વરાંકનો પ્રેમથી સાંભળ્યાં.

    વિજલ – મીઠો કંઠ,સુંદર સ્વરાંકન,અને સ્વરને ઝુલાવી ઉમેરેલી કળામય હરકતોથી કૃતિ દિપી ઉઠી.અત્યારેતો બે વાર સાંભળી પણ એ તો તરસને ટીપું મળતાં વધુ વકરી. એમના બીજાં ગીતો મળી શકે? એમનો કંઠ અને ગાયકી મારા કલેક્શનમાં સંઘરવાં છે.સરનામુ મળે તો સંપર્ક કરું.

    • ગુજરાતી ભાષા એવી છે. સ્વાદ મળ્યા પછી મનૅ પણ કાંઈક આવો અનુભવ મળ્યો છે.
      આભાર, જયશ્રી બહેન

      નવીન કાટવાળા

  4. ઉત્તમ કાવ્યરચના અને તેના બન્ને સ્વરાંકનોની અલગ મજા છે ! અવાજની ક્લેરિટી માટે વિજલને અભિનંદન . વિહાર મજમુદાર વડોદરા

  5. Dear Jayshreeben,
    Tamaro khub khub abhar aa bhajan upload karva Baddal. Mari aa Rachana tamara sahakar thi loko sudhi tame pahochadi Rajya cho. Hu Dail thi abhar Manu chu. Tamaro ane tahuko.com no. Thank you.

    Vijal

  6. Jayashreeben,
    When are you going to post the song ‘Jyaan charan rooke tyaan kashee…’ sung by Shree Madhusudanbhai Shastri. I had sent this song long time ago. Thanks.
    I would like to send more songs to you in wave format, but everytime I tried, they can not be mailed as they exceed 25 MB, so what should I do?

    • શ્રી સુધીરભાઈ ,તમારા સવાલ નો જવાબ ૫ વર્ષ પછી મળે છે -સોરી -તમારે તમારી wave file ને mp3 માં convert કરાવી પડશે તે માટે file converter download કરીને પછી આ કામ થઇ શકે .

  7. well well my previous abhipraay was for saavariyo re maro saavariyo song,the comment has been titled in this poetry,kindly excuse me or us/and ofcourse this poetry is divine by words itself,doesnt need an imagination

  8. I love this song,esp when i place Lord Krishna as savario,and feel how well this love song,takes a divine meaning full of gratitude towards God…Thank you rameshbai …for this creation

  9. આ ગિત ઝરનાબેન વ્યાસ પાસે સામભલવા મલ્યુ અને ખુબ મઝા આવિ. ખેદ એકજ કે આ કાવ્ય નુ રેકોર્દિન્ગ થયુ નહિ

  10. સરસ કાવ્ય, વારવાર વાન્ચ્વાનુ મન થાય અને દરેક વખતે નવાનવા અર્થ પ્રાપ્ત થતા હોય એવી અનુભુતી થાય………….

  11. હું તો ” જ્યાં ચરણ રુકે ત્યાં કાશી” થી આગળ જ નથી વધી શક્તો..સલામ, હરીન્દ્રભાઈ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *