દૂધે ધોઇ ચાંદની
ચાંદનીએ ધોઇ રાત,
એવામાં જો મળે તો
વ્હાલમ, માંડુ રે એક વાત.
અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સહોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.
વાત સમજ તો વ્હાલમ,
ચાંદ-સૂરજની દઉં સોગાત.
વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.
ભેદ સમજ તો તને વસાવું,
કીકીમાં રળિયાત.
મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઇ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઇ;
દાખવ તો ઓ પિયુ !
તને દઉં હૈયાની ઠકરાત.
Ukhanun – harindra dave
ક્રુપા કરિ “રાવજિ પટેલ” નિ રચના “મારિ આંખે કંકુ ના સુરજ આથ્મ્યા ” મોકલશો.