જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો – સુરેન ઠક્કર ‘મેહુલ’

કવિ : સુરેન ઠક્કર ‘મેહુલ’
ગાયક : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ
આલ્બમ : લાગણી
jagat ma kon

.

જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો
ઘડ્યું છે રૂપ ખુદાએ માહતાબ કહો

હજાર લાખ સિતારાને ખરલમાં ઘૂંટી
દીધું છે તેજ લલાટે પછી ધીરજ ખૂટી
સદા બહાર સુમનની મધુર મહેક લૂંટી
ઘડ્યું છે મસ્ત ફૂલ બહાર રૂપ ખ્વાબ કહો

વિરાટ સ્વપ્ન વસંતો ના તમોને દીઘા
સૂરાના નામે અમે પ્રેમ ધૂંટને પીધા
તમારા એજ દિવસથી થવાના સમ લીધા
મળ્યું છે તમને જીવન ખીલતું ગુલાબ કહો

હતો હું છિન્નભિન્ન આપને મળ્યા પહેલા
મને દર્શન થયા છે ક્યાંય પણ ઢળ્યા પહેલા
બુલંદ મારો સિતારો જુઓ ખર્યા પહેલા
મળ્યું જીવન લો હવે પ્રેમંની કિતાબ કહો

Jagat ma kon bhala khush naseeb aap kaho – suren thakkar mehul

6 replies on “જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો – સુરેન ઠક્કર ‘મેહુલ’”

  1. હતો હું છિન્નભિન્ન આપને મળ્યા પહેલા…
    સુંદર ગીત..

  2. Heard for the first time Shri Aashit Desai on Swargarohan (with Hema Desai) singing Shivmahimna Strotram. Since then, I have been feeling pride for this Gujarati singer. Mainly for : it seemed clearly that Shri Ashit Desai has sung the Shivmahimna from his heart (Sushri. Hema too). But today after having heard જગતમાં કોણ ભલા ખુશનસીબ આપ કહો , I have nothing but the word “A A F R I N “. I have, now, another opinion too. “Shri Aashit Desai sings from his soul.” Please Convey many many congratulations and SALAM to Shri Aashit Desai.

  3. કવિ ઃ સુરેન ઠક્કર ‘મેહુલ’, ગાયકઃ આશીત દેસાઇ સંગીત ઃ તલત અઝીઝ, આલ્બમઃ લાગણી….કદાચ તલત અઝીઝ ની પહેલી ગુજરાતી સંગીત ક્રુતિ..!
    શબ્દો ખૂબ સુંદર છે…અને સંગીત રચના તથા ગાયકી અદભૂત છે…પણ ગઝલ નો હાર્દ નથી સમજાતો… આસ્વાદ કરાવશો ?

  4. Very good gazal. Picture is beautiful.
    Jayshree you are doing a great favor to us.
    I have no words to express thanks.
    -Harshad Jangla
    Atlanta, USA Nov 25 2006

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *