અહો! મોરપીંછ-મંજીરા વાગે છે – પન્ના નાયક

આજે કવિયત્રી પન્ના નાયકનો જન્મદિવસ… એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ મજાનું ગીત, અમરભાઇના સ્વરાંકન અને ઐશ્વર્યા મજુમદારના મઘમીઠા સ્વરમાં..!

આ ગીત જેમાંથી લેવાયું છે – એ આલ્બમ વિષે વધુ માહિતી કવિયત્રીની પોતાની વેબસાઇટ પરથી (http://pannanaik.com) મેળવી શકો છો.

Happy Birthday Aunty..!! 🙂

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સંગીત : અમર ભટ્ટ

.

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

-પન્ના નાયક

19 replies on “અહો! મોરપીંછ-મંજીરા વાગે છે – પન્ના નાયક”

  1. નમસ્તે પન્નાબેન,તમારા પહેલાના લખાણો પણ ઘણા વાંચ્યા છે.ખાસ કરીને,’કવિતા’માં.એકધારું સરસ ,નાજુક ભવનો થી મઢેલું તમારું લખાણ મને ખુબ ગમ્યું.

  2. મારો જન્મદિવસ યાદ રાખીને જયશ્રી અને ઊર્મિએ મારાં ગમતાં બે ગીતો વેબ પર સૌને સુલભ કરી આપ્યાં. એમનો આભાર માનવાનો ન હોય. પ્રસન્નતા જ અનુભવવાની હોય. અનેક વાચકોએ પાઠવેલી શુભેચ્છા વાંચીને ભાવવિભોર થવાયું. તમારા સૌનું વહાલ અને તમારી પ્રેમભરી લાગણી મારું અનેરું નજરાણું છે.

    પન્ના નાયક

  3. પન્નાબેન ,
    જન્મ દિવસની શુભેછાઓ. મારા લગ્ન નિમિત્તે શ્રી સુરેશ દલાલ ના હસ્તે ભેટ મળેલ તમારુ પુસ્તક ‘ફીલાડેલ્ફિયા’. તેથી તમારા કાવ્યોના સમ્પર્ક માં આવ્યો.અને મારા ખુશનસીબે મારો જ્ન્મદિન પણ ૨૮ ડીસેમ્બર . ફિલાડેલ્ફિયામા રહીને ફિલિન્ગ્સને વાચકો સુધી પહોચાડતા રહો એવી શુભેછાઓ.

  4. જન્મદિવસની વધાઈ
    સારુ સ્વાસ્થ્ય અને રચનાત્મક સર્જનો સભર જિંદગી
    એ બે જ પ્રાર્થના પ્રભુને.

    વિજય શાહ
    હ્યુસ્ટન

  5. કવિયત્રીને જન્મદિવસની શુભકામનાઓ અને એમની જ રચના, ખુબ સરસ સ્વર સાથે, સરસ ભજન સાંભળવાની તક આપવા માટે તમારો આભાર……

  6. સરળ શબ્દરચના અને સુંદર ઉંડો ભાવાર્થ. મધુર સ્વર અને સુંદર સંગીત. આભાર અને અભિનંદન.

  7. સુન્દર રચના. પન્નાબેનને જન્મદિવસ મુબારક!

  8. Happy Birthday to Pannaben. Wishing you healthy,peaceful and blissful birthday. Nice poetry and very good composition by Amar Bhatt. હું તો સપને સૂતી સપને જાગી. So true about our life.

  9. Panna Nayak’s lyric, Amar Bhatt’s composition and Aishwarya’s enchanting voice quality together beautifully recreate the ‘Saga of Sublime Love’ of Meera and Krishna.

    An unforgettable composition.

    Nothing can be more appropriate than this on the Birthday of the poetess Panna Nayak. I wish her a more creative life ahead.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *