આજે ‘શબ્દો છે શ્વાસ મારા’ (http://www.vmtailor.com/)- મિત્ર વિવેકની સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – ને ચાર વર્ષ પૂરા થયા..! ચાર વર્ષમાં વિવેકે ઘણું આપ્યું છે આ વેબસાઇટ થકી, અને હા, મને ખાત્રી છે એણે એટલું જ મેળવ્યું પણ છે..!!
તો આજના દિવસની વિવેકને – ‘શબ્દો છે શ્વાસ મારા’ વેબસાઇટને ખૂબ ખૂબ.. ખોબલે ખોબલે, અમિત શુભેચ્છાઓ સાથે.. માણીએ વિવેકનું એક તાજ્જુ.. અપ્રકાશિત (હા જી, એમની વેબસાઇટ પર પણ નહીં મળે આ 🙂 ) ગીત…! અને એ પણ એમના જ કેમેરામાં એમની આંગળીઓએ કેદ કરેલી ક્ષણની સાક્ષીએ…
(આ તડકાને કેમ કરી વાળું? તારા સ્મરણોને કેમ કરી ખાળું? … ખાવડા ગામ, કચ્છ, ઓક્ટોબર-2009)
* * * * *
રોજ રોજ રોજ મૂઆ ઘૂસી આવે પરબારા ઘર શું કે જાત શું જ્યાં ભાળું…
આ તડકાને કેમ કરી વાળું ?
સાહિબ ! તારા સ્મરણોને કેમ કરી ખાળું ?
સાંઠિયું રવેશિયું ને ચોવીસું કમરા લઈ
ઉતરે એક ઓસરીનું ધાડું;
કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
તારા સ્મરણોને કેમ કરી વાળું ?
સાહિબ ! તુંને જ જંઈ ને તંઈ ભાળું.
વાંહો તપે ને તાવે ડૂંડલા જોબનનાં
ઉભ્ભકડાં મોલ પેઠે દહાડે;
રોમ-રોમ ભીતરથી ભડકે દિયે
ઈંમ રાતે એ શાને રંજાડે?
આ તડકાને કેમ કરી ખાળું ?
સાહિબ ! ચાવી વિનાનું આ તો તાળું !
– વિવેક મનહર ટેલર
(૨૫/૨૬-૧૧-૨૦૦૯)
કવી ઘણી સરસ સરળતા થી પ્રેમી, અને પ્રેમિકા, ના મન મા ઊન્ડે ભરેલા ભાવો ને ખૂબ સુન્દર રીતે રજુ કરે છે. ધન્યવાદ.
કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
તારા સ્મરણોને કેમ કરી વાળું ?
જેટલુ સુંદર કાવ્ય એટલો જ સરસ ફોટો.
આ તડકાને કેમ કરી વાળું ?
સાહિબ ! તારા સ્મરણોને કેમ કરી ખાળું ?
મનભાવન રજુઆત..
સ્ંધાય તળપદિ શબ્દો મા ‘શ્મરણો’ ખુંચે છે…..’તારિ યાદુ ને કેમ કરિ વાળુ”……નો ચાલે ?
સહુ દોસ્તોનો અંતઃકરણપૂર્વકનો આભાર !
સહુને ખ્રિસ્તી નવું વર્ષ મુબારક હો !
આ તડકાને કેમ કરી વાળું ………………….!
best line !
વાહ વિવેકભાઈ,
સુંદર શબ્દો,સુંદર લય અને હંમેશની જેમ તાજગીથી છલોછલ અભિવ્યક્તિ…..અને એને અનુરૂપ તસ્વીર,
એક સાથે અનેક ઉપલબ્ધિઓની સામટી શુભેચ્છાઓ અને અભિનંદન.
vivekbhai, thnx lot and kudos to u 4 giving us such a briliant poem from the innermost village of kutchh..
જયશ્રીબેન,
ગુજરાતી ભાષાનો આ બહુ સું દર ટહુકો છે.
ઊબં રે બેઠી સાં ભળુ હું બોલ બાલમના……..
અને- સમજુ બાળકી જાય સાસરે………એ બે લોક્ગીતો સાં ભળવાની બહુ ઇચ્છા છે.
મળી શકશે?
આભાર
ભારતી પાઠક
ખુબ ખુબ અભિનંદન વિવેક!
વિવેકભાઈની વેબ-સાઈટના સફળ ચાર વર્ષ પૂરા થયાં એ પ્રસંગે હાર્દિક વધાઈ અને ખૂબ સફળતા માટેની શુભેચ્છાઓ!
સુંદર ભાવ-સભર ગીત અને એવી જ મોહક તસ્વીર સાથે! અભિનંદન!
સુધીર પટેલ.
ધન્ય વાદ અત્યાર સુધેી ભજનો ગઝલો મોકલ્વા બદલ,નવા વરસ બેહજાર્ દસ ના અભિનન્દન નવુ વરસ આપને તન્દુરસ્તિ આપે
Is it a birthdate of web site or Birth Day of Vivekbhai? Comments made are mis leading.
સ-રસ તળપદાં ગીત… તારા સ્મરણોને કેમ કરી વાળું ? – ખૂબ મજાની વાત…
મજાનાં ગીત સાથે મેચીંગ ફોટો… ખૂબ જ મસ્ત મજાનો લાગ્યો !
Wish you happy, healthy, peacefull and productive (esp. for poetry writing) new year.
કચરો કે કૂડો કે કંકર કે કાગળ-
ઠેઠ અંદરથી બ્હાર બધું કાઢું,
તારા સ્મરણોને કેમ કરી વાળું ?
Nayikani helplessnessni sundar rite rajuaat.
આ તડકાને કેમ કરી વાળું ?
સાહિબ ! તારા સ્મરણોને કેમ કરી ખાળું ?
વિવેકભાઈને વર્ષગાંઠ મુબારક! તડપદી ભાષામા તેમણે સુન્દર રચાના આપી છે.
સરસ …અતિ સુઁદર રચના.
વર્ષગાંઠ પ્રસંગે મબલખ શુભેચ્છાઓ. ગીત પણ સરસ છે.
અતિસુંદર રચના ! સ્મરણ સાથે પ્રયોજિત તડકાના પ્રતીકથી ગીતને કાવ્યત્વ મળ્યું છે. ભાષાના ભારવગર ભાવ અને લયનું સાયુજ્ય અદભૂત છે. તળપદી બોલી મારી મચડીને નહીં પરંતુ એટલી સહજતાથી આવે છે કે તે આનંદદાયી માધ્યમ બની જાય છે. આ કવિનું કાંઠુ વિસ્તાર ક્ષિતિજોને ઓળંગશે એવી શ્રધ્ધા જગાવે છે.
Happy BD and many happy returns of the day, Vivekbhai!
The words, topic and poetic message in your song is unique, refreshing and delightful. Wish you healthy, happy and fulfilling years ahead!
Dinesh O. Shah, Shah-Schulman Center on Surface Science and Nanotechnology,DD University, Nadiad,Gujarat, India.
ટલપદા શબ્દો….જેવા કે ..પરબાર, સાન્થિયુ, ઓસરિ, ધાદુ,વાન્હો,દુન્દલા…વિગેરે હવે ભારત મા પન અન્ગ્રેજિ મિદિયમ વાલા ને નથિ ખબર …તેથિ આ ગિત ગુજર્રાતિ માતે ખુબ જરુરિ………..ધન્યવાદ……..
વર્ષગાંઠ મુબારક !