Category Archives: મોહન પટેલ

મારા ઝાઝા વંદન જલારામને – મોહન પટેલ

આને જલારામ બાપાની કૃપા જ કહેવાય, કે જલારામ જયંતીને દિવસે હું ટહુકાની 100મી પોસ્ટ પ્રસિધ્ધ કરું છું. આમ તો જલારામ બાપાના ભજન યાદ કરું, તો મને ‘જલારામ મહિમા’ કેસેટમાં જે ભજનો છે, ‘અમી ભરેલી નજરું રાખો વીરપુરવાળા બાપા રે’, ‘જ્યોત રે જગાવી અમે જલા તારા નામની’, ‘ધન્ય સોરઠની ધરણી રે આજ’, ‘જલારામ જલારામ જય જલિયાણ’ વગેરે તરત જ યાદ આવે, કારણ કે જ્યારે ભજન અને બાકીના ગીત વચ્ચેનો તફાવત સમજવા જેટલી સમજણ પણ ન’હોતી, ત્યારથી એ ભજનો સાંભળ્યા છે.

કોઇ પાસે જો એ ભજન mp3 માં હોય તો મને જરૂરથી મોકલશો. સાથે સાથે, શ્રી મોહન પટેલએ લખેલું આ જલારામ ભજન સાંભળીયે.

.

વીરપુર ગામે, જલિયાણ નામે, સંત વસે ત્યાં એક
પ્રાણ જાયે પણ વચન ન જાયે, એવી એની ટેક

મારા ઝાઝા વંદન જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને

જગના નક્શામાં મુક્યું વીરપુર ગામને
ભક્તજનો આવે એની રામ ઝુંપડીએ

ઘણી ખમ્મા ખમ્મા જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને …

ભર્યો ભંડારો એણે ભુખ્યાને કાજે
સદાવ્રત ધારી એ તો સાધુ સંત માટે

પાયે લાગું જોગી જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને …

સેવા ને સ્મરણ એના રુદિયે સમાયા
અલ્લા કેવાણા અમર લેખ લખાણા

‘મોહન’ હરદમ જપે જલારામને
જલારામને બાપા જોગી જલિયાણને …