મેં ગઝલ લખવા કલમ પર ચાંદની લીધી હતી,
ને પછી લયમાં ઝબોળી લાગણી લીધી હતી.
ઓટલા જે જે મળ્યા ત્યાં બેસવું પડતું હતું;
મેં ખભા પર યાદની એક ગાંસડી લીધી હતી.
હું સમયની ધૂપ ખંખેરી થયો’તો ચાલતો;
મેં ક્ષણોની જાતને પણ પારખી લીધી હતી.
ફેણ ને ફુત્કાર દાબી રાફડે રે’વું પડ્યું;
કેમ કે સંબંધની તેં કાંચળી લીધી હતી.
જિંદગી આખી ગઝલની કેદમાં રે’જે હવે;
ગુપ્તચર થૈ તેં હ્રદયની બાતમી લીધી હતી.
– અશરફ ડબાવાલા
સરસ.
જિંદગી આખી ગઝલની કેદમાં રે’જે હવે;
ગુપ્તચર થૈ તેં હ્રદયની બાતમી લીધી હતી….સાવ સાચી વાત!!
અશરફભાઈ, સુંદર ગઝલ.જો આ અભિપ્રાય તમે જુઓ તો તમને મેં કોન્ટેક કરવા કોશીષ કરેલી.મારે થોડી છંદ અને રદીફ અને કાફિયાની બુક્સ વિષે માહિતિ જોઈતી હતી.મારુ ઈ મેઈલ નીચે આપેલ છે.તમારો ખુબ ખુબ આભાર.
સપના
મિજાજથી ભરપૂર ગઝલ!
સુધીર પટેલ.
SARAS—– GUMI AAA GAZAL.
મેં ગઝલ લખવા કલમ પર ચાંદની લીધી હતી,
ને પછી લયમાં ઝબોળી લાગણી લીધી હતી.
કેટલો સરસ વિચાર!
સુંદર ગઝલ…
ઓટલા જે જે મળ્યા ત્યાં બેસવું પડતું હતું;
મેં ખભા પર યાદની એક ગાંસડી લીધી હતી.
વાહ, સરસ ……મજા આવી અને ઘણી યાદ તાજી થઈ ગઈ.