સ્વર : પરાગી પરમાર
Audio Player
.
રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી (૨)
ગોપ દુલ્હારી રાધે ગોપ દુલ્હારી ..(૨)
ઊષાનું સિંદૂર સેંથે છલકે, ભાલે શશીની ટીલડી પલકે,
શરદની તારક ઓઢણી ઢળકે, અંગે શી મતવાલી,
જો રાધે ગોપ દુલ્હારી…
રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી
બંસી બત મુરલી કી ગાજે, કાન કુંવર પગ નુપુર બાજે,
ધેનુ -વૃંદો થૈ થૈ નાચે, નાચે વ્રજની નારી,
જો રાધે ગોપ દુલ્હારી…
રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી
કાલિંદીને તીરે એવી નીરખે દેવો, નીરખે દેવી,
નર્તન ઘેલી રાધા કેરી,(૨) નીલા (?) નારી..(૨)
જો રાધે ગોપ દુલ્હારી…
રુમઝુમ પગલે ચાલી , જો રાધે ગોપ દુલ્હારી
(આભાર : સિધ્ધાર્થ ઝીણાભાઈ દેસાઈ, મેહુલ શાહ)
રુમઝુમ પગલે ચાલી ….પરાગી પરમાર ને મધુર સ્વર મા- ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ …..લઆ લા લા લા….ઓય ઓય …
બંસી બત મુરલી કી ગાજે, કાન કુંવર પગ નુપુર બાજે,
ધેનુ -વૃંદો થૈ થૈ નાચે, નાચે વ્રજની નારી,
જો રાધે ગોપ દુલ્હારી……..લા લા ઓય ઓય્….!
મારે મુકેશ નુ “સજન મારિ પ્રતદિ ” ગેીત જોઇએ દ્ે મહેર્બનિ કરિ મને ઇમૈ કરશો જિ. લિ. પ્રદિપ ચિકોર્દે
કવિની કલ્પના દાદ માગે તેવી છે..!!
ઉષાનું સિંદુર સેંથે છલકે, ભાલે શશીની ટીલડી પલકે..
ગાયિકાનો સ્વર અને ગાયકી ગમ્યાં.
સુંદર રજુઆત.
આભાર.
આજે ખ્રરેખ્રર જાનિ ને આનન્દ થયો કે ગુજરાતિ સાહિત્ય મા પન્ ઘના ચાહકો ને રસ chhe.
thank you very much.
આ ગિતનિ પસન્દિ શ્રઇ માધવભઐ રામાનુજે કરેલિ અને મે શ્રિ ચ્હ્પાસહેબ્ને હાર્મોનિઉમનો પ્રયાઓગ કરવાનો કહેલ્લો અને શ્રિ અમિત્ભઐ સુન્દર અયોજન કર્યુ ચ્હે.
સુંદર રચના… વારંવાર સાંભળવી ગમે એવી…