ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.. – મણિલાલ દેસાઇ

19 જુલાઇ, 2006 ના દિવસે પહેલા ટહુકો પર મુકેલી આ પોસ્ટ આજે નિરુપમા શેઠના સુમધુર કંઠ સાથે ફરીથી રજુ કરું છું
કવિ શ્રી મણિલાલ દેસાઇ ( જન્મ : 19 જુલાઇ, 1939 ; અવસાન : 4 મે, 1966 )

સ્વર : નિરુપમા શેઠ

.

ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

ગામને પાદર ઘૂઘરા વાગે,
ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
સપનાં રે લોલ વ્હાલમનાં.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,
કાલ તો હવે મોરલા સાથે કૂદશું લોલ,
ઝૂલતાં ઝોકો લાગશે મને,
કૂદતાં કાંટો વાગશે મને,
વાગશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.

આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ,
વાડને વેલે વાલોળપાપડી વીણશું લોલ.
વીંઝતાં પવન અડશે મને,
વીણતાં ગવન નડશે મને,
નડશે રે બોલ વ્હાલમના.
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના;
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના.

86 replies on “ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના.. – મણિલાલ દેસાઇ”

  1. ખુબ ખુબ આભાર!
    કર્ણપ્રિય, અત્યંત સુંદર… હું આ ગીત તેના ઓરિજીનલ અવાજમાં સાંભળીને ખુબજ આનંદ થયો.

  2. મીઠુ ગીત – ત્ળપદી ભાષાનો રણકાર, અને મિલન ની વેળાના સપના ….

    આજની જુદાઇ ગોફણ ઘાલી વીંઝશું લોલ
    ગામને પાદર ઘૂઘરા વાગે,
    ઊંઘમાંથી મારાં સપનાં જાગે,
    સપનાં રે લોલ વ્હાલમનાં.

    – સુરેશ શાહ, સિંગાપોર

  3. પ્રેમ ની અભિ……………………….
    i love this lok git …………………….

  4. I have heard this song when i was in 8th standard very nice song but i thoght it was sung by SAROJBEN GUNDANI, ON AHMEDABAD DOORDARSHAN, I LOVE THIS SONG

  5. જયશ્રીબેન ઘણો ઘણો આભાર. ગુજરાતી ગીત ઇન્ટરનેટ ઉપર સાંભળી ને ખુબજ મજા આવી ગઇ.

    • dear kairav, very good keep it up. hu daily aa geet ek vaar to sambalu j chu. tame loko india ma cho ke abroad. india ma to samji jase pan aboroad ma kevi rite samjse. kai vadho nai ek vaar to geet gai levanu. hu pan thodu ganu gai lau chu.

  6. ઉંબરે ઉભી સાંભળુ બે બોલ વ્હાલમ ના…. ઘણા વખત થી તલાશ હતી.

  7. am very lucky dat am gujrati, i love dis song, am from mumbai nd all my frnds from english medium n am from gujrati medium, day doesnt knw even wt is umare ubhi? n day calld dat day r gujrati, n am so lucky dat am from gujrati medium, garvi gujrat.

  8. OUTSTANDINH COMPOSITION AND BEAUTIFULLY SUNG BY NIRUPMABEN.IT TAKES YOU TO A NEW HIGH IN SOME REMOTE GUJARAT VILLAGE WHERE A BEAUTIFUL YOUNG GIRL AWAITS ATTENTION FROM HER PRIYATAM.TRUELY A MESMERIZING SONG.ONE OF MY MOST FAVORITES.THANK YOU FOR PLACING ON TAHUKO.

  9. ખૂબ સુંદર ગીત છે…આભાર ટહુકો.કોમ ને

  10. WHAT A SONG.

    YOU ARE IN YOUR VILLAGE WHEN YOU LISTEN TO THIS SONG.
    WHAT A LANGUAGE AND EACH WORD IS TOUCHING YOUR HEART

  11. Dear,
    HU GANO NANO HATO TYARE MARI MUMMY AA GEET GATI, TYARTHI MANE E GEET GAMTU PAN AA GEET BAU VAAR DURDARSHAN GUJARATI PAR AAVTU PAN SAMBHADI NAI SAKTO.
    MARI MUMMY NE AA GEET BAU GAME CHE.MARE AA GEET NI ORIGINAL CASSETTE KE CD JOIYE CHE.MARE MARI MUMMY NE GIFT MOKALVI CHE.
    NIMESH TRIVEDI
    BARODA

  12. આ ગેીત હુન ઘના સમય થેી સોધતો હતો
    હવે મદયો ઉપ્લોદ કરવા બદલ ખુબ ખુબ આભાર

  13. આવા ગીતોથી મન ખને તનનો ભાર હળવો થાય છે.
    ટહુકો. કોમ તથા સ્ટાફને મારા જય માતાજી …

  14. thank a lot respected Nirupamaben, Jayshreeben and respected late Manilal desai produ of being gujarati and reflecting feeling of Gujarat

  15. ઝૂલતાં ઝોકો લાગશે મને,
    કૂદતાં કાંટો વાગશે મને,
    વાગશે રે બોલ વ્હાલમના ahi j geetni najakt manilale muki se a hradayne sprshi jay se. aakhu geet j ashky 6e a vat kare 6e atle badhane game. ane gamdu ema tantotant vanayelu se agame

  16. this song is my one of the most faviorit.whe i heard this song it is give me some spiritual aspect of life.

  17. After many years I got a chance to here this song.In a mid sixties,on a streets of
    Ghatkopar-Bombay we ware few friends-including manilal-used to go for a walk and listened

    to his work-It was unfortunate that he passed away in sixties at very early age.But his

    work always stayed with us-

    Thanks for this chance you gave me to listen to his work

    Jagdish

  18. જયશ્રીબેન ઘણો ઘણો આભાર. ગુજરાતી ગીત ઇન્ટરનેટ ઉપર સાંભળી ને ખુબજ મજા આવી ગઇ.

  19. one of the my fevirate song
    hu 7 varas thi aa song ni sodh
    karto hato je tahuko .com parti mane mali gayu
    sambhli ne khub aanand thyo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *