અસત્યો માંહેથી – ન્હાનાલાલ કવિ

ટહુકો પર પહેલા ફક્ત એક જ પંક્તિ સાથે મુકેલી આ પ્રાથના, બીજી 2 સંગીતબધ્ધ પંક્તિઓ સાથે ફરી એક વાર :
લયસ્તરોમાં પ્રસ્તુત “અસત્યો માંહેથી” વાંચીને થયું કે ભલે મારી પાસે આખી પ્રાર્થના mp3 માં નથી, પરંતુ જે થોડી પંક્તિઓ છે, એ પણ તમને સાંભળવી ગમશે.

INDIA

.

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના. 1

સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો. 2

પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે. 3

પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે. 4

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો. 5

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા. 6

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી. 7

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું. 8
( આભાર : સ્વર્ગારોહણ )

35 replies on “અસત્યો માંહેથી – ન્હાનાલાલ કવિ”

  1. ખરેખર ધન્યવાદ આપવા જોઈ એ આવું કાર્ય કે જેના દ્વારા ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બનેલું છે તેવા કવિ ઓ ની રચના કે જે કેટલી સુંદર છે અત્યારે આધુનિક યુગમાં લોકો ને અમાં રસ ઘટતો જાય છે પણ આપણે આપણી ભાષા નું ગૌરવ હોવું જોઈએ .આમાં પણ ખૂબ રસ છે જે ચાખસે તે સ્વાદ માણસે. ટહુકા નું આ કાર્ય ખૂબ જ અદભૂત છે.

  2. પ્રાર્થના ના શબ્દો આપણા અને બીજા ની વેબ સાઈટ પાર થી ભેગું કરી ને આ સાથે મુક્યા છે.

    અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા
    અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
    ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
    મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
    તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

    પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
    પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
    પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
    નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

    થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
    કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
    સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
    ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

  3. કવિ નાનાલાલ નિ કવિતા,

    મારા નયના નિ આળસ રે, ન નિરખ્યા હરિ ને …..

    એ મલે તો પોસ્ટ કરવા વિનન્તિ .

    નમસ્કાર.
    હિતેશ

  4. ખૂબ જ સરસ. અતિ ઉત્તમ. મન પ્રફુલ્લિત થઈ ગયું. ખૂબ જ સરસ કૉપોઝિશન છે. કર્તા હર્તા ને કોટિ કોટિ ધન્યવાદ..

  5. I was just singing with this prayer and my son started loing it…he joined me and practiced to pray it …so imagine how best the words of this prayer that a boy of this generation also got touched with it.

    Really very true and fact is felt by this prayer.

  6. સાચો અનુવાદ તમ્સો મા જ્યોતિર્ગમય્. અભિનન્દનઆખુ કાવ્ય મલ્યુ

  7. અર્ધ સત્ય કેમ
    સત્ય આખુ જ સ્રારુ લાગે
    ખુબ ગમશે

  8. Quite exciting. I went back seventy years in the time machine.
    We were singing part of this in our school everyday.

  9. કવીશ્રી ન્હાન્હાલાલની આ પ્રારથ્ના ઐવિસ્મરણીયછે.નાના હતા તયારે નિશાળમા શીખેલા અને કઠસ્થ કરેલી.

  10. આ પ્રાર્થના સાંભળીને શાળાના દિવસોની યાદ તાજી કરી
    ચાલો આપણે સૌ આપણા બાળકોને સંભળાવીને પ્રાર્થના
    તરફ વાળીયે તો ઘણો આનંદ થશે.

  11. Jayshreeben

    You are doing a great job. This is my most favorite website, and i sincerely thank you for it. I found two minor typo errors in this praarthanaa. They are:
    1. Stanza #2 line 4. instead of “hun” it should be “tun”
    2. Stanza #4 Line 1. istead of “akaaki”, it should be “ekaaki”

    Jayanti

  12. ખુબ સરસ આના કરતા ઉત્તમ સન્ગ્રહ મલવો મુશ્કેલ ……………….

  13. ખૂબ સરસ. સરલા સર્જન સ્કૂલ , વિલે પર્લે મુમ્બઈ ખાતે આ પ્રાર્થના રોજ ગવાતી. સ્કૂલ જના દિવસો યાદ આવી ગયા. આભાર .

  14. this song and all other songs are playing fine.
    let me know which particular song you could not play.
    please allow few seconds for the song to load after clicking on play button.
    I hope this will help.

  15. પ્રાથના સાભળી સ્કુલ ના દિવસો યાદ આવી ગયાઆભાર જયશ્રીબેન અર્થ હવે સમજાયો.

  16. સુન્દેર પ્રાર્થના શાળા મા ચાર કડીજ ગવડાવતા આખિ પ્રાર્થના આજે જ વાન્ચિ . શાળાજિવનનિ યાદ આવિ ગઇ.

  17. આ શિખરીણી છન્દ છે. સ્કુલમા યમાતારા શલભા… ગાતા હતા તે છે. શિવ મહિમ્ન સ્ત્રોત્ર ૫ણ આ રાગમા ગવાય છે. અહી સાંભળવા મળ્યુ તે પ્રાર્થના પોથી નામની કેસેટ્ટ્માથી છે. અત્યન્ત ધીમી લયમા અને એકાગ્રતાથી ગાવુ પડે એવુ છે. ટહુકોમા મુક્યુ તે બદલ ખૂબ ખૂબ આભાર… ઘણા વખતે આ સાભળવા મળ્યુ.

  18. મારી સ્કુલમા આ પ્રાર્થના ગવાતી પણ લોકો સમુહમા માઈક પર ગાતા અને હુ આખી પ્રાર્થનાના શબ્દો આજ સુધી ન સમજી શક્યો.

    આજે આખી પ્રાર્થના સાંભળવા અને વાંચવા પણ મળી.

    આભાર જયશ્રી.

  19. બહુ સારી છે.
    અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
    ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
    મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
    તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.
    સ્કુલ માં પ્રાથૅના માં આ ગવડાવતા,અને હજી ગવડાવે છે

  20. સ્કુલ માં પ્રાથૅના માં આ ગવડાવતા, ખુબ સરસ છે, ઊંડાણ વાળી છે. આનું સંસ્કૃત વઝૅન પણ સુંદર છે. “જ્યોતિરમાઅમૃતંગમયં…..” આવુ કંઈક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *