સ્વર – સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : અક્ષર (મનહર ઉધાસનું 26મું આલ્બમ)
મનહર ઉધાસના ચાહકો હવે એમનું નવું આલ્બમ ‘અક્ષર’ online order કરી શકશે. અને અક્ષરના થોડા ગીતો/ગઝલોની ઝલક જોવા ‘અહીં ક્લિક કરો’.
.
મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.
પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.
હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,
જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.
કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.
– હેમેન શાહ
(આભાર : લયસ્તરો)
ખુબ સરસ… આભાર્….
પ્રેમ ન પ્રકરણ વિશે કંઇ બોલવાનુ છોડિએ,
ચોપડી માં એક વચ્ચે કોરુ પાનુ છોડીએ..
ખુબજ સરસ,,
હેમેનભાઈ,સરસ અભીવ્યક્તી છે.
હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,
જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.
હેમેન ભઈ ને સલામ્………!
“જય સોમનાથ જય દ્વારકેશ જય બોલો નર્મદા માત ની સુવર્ણ અક્ષરે લખસે દરિયો યશગાથા ગુજરાતની આ ગુણવંતી ગુજરાતની”
પ્લેીઝ આ ટહુકા પર મુક્સો વરસો થેી સામ્ભળવુ છે.
તન થાકે એ બધા ભોગવિલાસ છોડીએ,
હરિના દરબારમાં હાજર થવા દોડીએ.
રુપના પ્રકરણ વિશે કંઈ વિચારવાનું છોડએ
અન્તર્નેટ ને ભક્તિ સાથે જોડીઍ
જો શ્રઘા હોય તો બે-ત્રણ માળા કરીએ,
મનને વ્હેવાની રમત શિખવાડવાનું છોડીએ.
કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
ધર્મનિ રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
જિવન પથ પર કદિ નાસ્તિક કાં બનો?
આસ્તિક બનીને એક સીમાચિહ્ન નાનું છોડીએ.
જયકાન્ત જાની
જય શ્રીકૃષ્ણ જયશ્રીબેન,
આ આલ્બમ પ્રસ્તુત થયું ત્યારે જ રેડિયો પર તેમનો ઈન્ટરવ્યું સાંભળેલ અને સાથે તેમાંની ગઝલો પણ સંભળાવેલી .અને તરત જ આ આલ્બમ મંગાવેલ.આજે અહીં પણ આ રચના માણી આનંદ થયો.
મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
પણ આપ અમારા બ્લોગ પર આવતા રહેજો.
પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.
કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.
સુંદર શેર ……. !!
ખૂબ જ સુંદર ગઝલ!
શ્રી મનહર ઉધાસની પસંદગીને પણ સલામ.
સુધીર પટેલ.
બહુજ સુદર ગઝલ્!
કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.
વાહ બોસ….હલાવી દીધા….
પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.
કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
– સુંદર મજાના શેર…
કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.
અદભુત સરસ મજા પડી ગઇ!!!!!!!!!!!!