વાત મારી વિસ્તરી છે ત્યારથી…
શ્વાસમાં એને ભરી છે ત્યારથી…
આપણે છૂટાં પડયાંને જ્યારથી !
સાંજ મારી નીતરી છે ત્યારથી…
તું મને ભગવાનમાં દેખાય છે,
પ્રાથના તારી કરી છે ત્યારથી…
ગાજતું આકાશ ના વરસ્યું કદી,
હા,તમારી ખાતરી છે ત્યારથી…
ને ટહુકો ઝાડ પર બેસી ગયો,
યાદ તારી સાંભરી છે ત્યારથી…
સ્મિતની સાથે મને પણ લઈ ગયાં,
આંખ તારા પર ઠરી છે ત્યારથી…
એક ચ્હેરો જે મને ભૂલી ગયો,
આ કલમ બસ તરવરી છે ત્યારથી…
– અંકિત ત્રિવેદી
BEAUTIFULL GAZAL ANKIT BHAI…VERY UNIQ AND DIFFERENT..GOD BLESS U..sairam
khub j sundar gazal che..khhub abhinandan..ankit bhai ne..
વાત મારી વિસ્તરી છે ત્યારથી…
શ્વાસમાં એને ભરી છે ત્યારથી…
આપણે છૂટાં પડયાંને જ્યારથી !
સાંજ મારી નીતરી છે ત્યારથી…
બહુજ સરસ શબ્દો.. અભિનન્દન અંકિત ત્રિવેદી ને..
ને ટહુકો ઝાડ પર બેસી ગયો,
યાદ તારી સાંભરી છે ત્યારથી…
Beautiful way of sharing the feelings…
એક ચ્હેરો જે મને ભૂલી ગયો,
આ કલમ બસ તરવરી છે ત્યારથી…
કવિ ની વ્યથા આનાથી સારી રીતે વ્યક્ત થઇજ ન સકે……….
વાહ્… સરસ ગઝલ !!
એક ચ્હેરો જે મને ભૂલી ગયો,
આ કલમ બસ તરવરી છે ત્યારથી…
..તું મને ભગવાનમાં દેખાય છે,
પ્રાથના તારી કરી છે ત્યારથી…..very true..
khub ja sundar gazal….
તું મને ભગવાનમાં દેખાય છે,
પ્રાથના તારી કરી છે ત્યારથી…
બ હુ જ સ ર સ્…………….
આ શેર બહુ ગમ્યો…મઝા આવી ગઈ…
એક ચ્હેરો જે મને ભૂલી ગયો,
આ કલમ બસ તરવરી છે ત્યારથી…
‘મુકેશ’
ને ટહુકો ઝાડ પર બેસી ગયો,
યાદ તારી સાંભરી છે ત્યારથી…
સરસ ગઝલ !!!!!!!!!!!!!!!!!!!!!!
આભાર!!!!!!!!!