આજે ફાગણ સુદ એકમ… અને હમણાં જ તો આપણે ‘ક્ષેમુ દિવેટીઆ સ્પેશિયલ’ અઠવાડિયુ ઉજવ્યું – તો પછી આજે રંગીલા ફાગણને આવકારવા આના કરતા વધારે સારું ગીત કયું હોય, બરાબર ને? ફાગણના અલગ-અલગ રંગોને કવિને ખૂબ સુંદર રીતે વણી લીધા છે ગીત માં – અને સાથે એવાજ ખુશાલીના રંગો ઉમેર્યા છે ક્ષેમુદાદાના સંગીત અને ભવન્સવુંદના સ્વરો એ..!!
આપણને ય જાણે મન થઇ જાય કે ટોપલામાં ફાગણ નાખીને વહેંચવા નીકળી પડીયે… કોઇ ફાગણ લ્યો… કોઇ ફાગણ લ્યો…!!
(આંબાની મ્હોરી મંજરી … Photo From : emblatame (Ron))
* * * * *
.
હે જી ફાગણ આયો ફાંકડો કોઇ ફાગણ લ્યો
એના વાંકડિયો છે લાંક રે કોઇ ફાગણ લ્યો
એ જી આંબાની મ્હોરી મંજરી કોઇ ફાગણ લ્યો
એવા સરવર સોહે કંજ રે કોઇ ફાગણ લ્યો
હે જી દરિયા દિલનો વાયરો કોઇ ફાગણ લ્યો
એ તો અલમલ અડકી જાય રે કોઇ ફાગણ લ્યો
હે જી જુગલ વાંસળી વાજતી કોઇ ફાગણ લ્યો
એને નહીં મલાજો લાજ રે કોઇ ફાગણ લ્યો
હે જી દિન કપરો કંઇ તાપનો કોઇ ફાગણ લ્યો
એની રાત ઢળે રળિયાત રે કોઇ ફાગણ લ્યો
હે જી ઊડે કસુંબો આંખમાં કોઇ ફાગણ લ્યો
એને વન પોપટની પાંખ રે કોઇ ફાગણ લ્યો
હે જી ગગન ગુલાબી વાદળાં કોઇ ફાગણ લ્યો
જોબનિયું કરતું યાદ રે કોઇ ફાગણ લ્યો
હે જી ફાગણ આવ્યો ફાંકડો કોઇ ફાગણ લ્યો
એનો વાંકડિયો છે લાંક રે કોઇ ફાગણ લ્યો
રાજેન્દ્ર શાહ ના ગીતો ગમે તેટ્લા જુના હોય છતા નવા હોય તેવા લાગે છે.
તેમના ગીતોમા ઘણા નવા શબ્દો પણ જાણવા મળે છે.
દિનેશ ઑ. શાહ
Aa geet sambhali ne man na kesuda khili uthya.
ખરેખર સ્રરસ. ગીત અને સુરનો સુભગ સન્ગમ. Fonkdo! Fonkdo! have nana modhe kaik maru lakhu?
પલાશ ડાલે ફાગણ ફોર્યો
જમાના જલમાં ફાગણ ઘોળ્યો .
આજ અવસર ફાગણ આયો રે,
સખી! આજ અવસર ફાગણ આયો રે.
લીલાં છાયલ ફૂલડાં ભાત ભરી
પતંિગયાં અતલસ કમખે ટાંકી
ફૂલ ગુલાબી ફાગણ આયો રે,
સખી! આજ અવસર ફાગણ આયો રે.
કોયલ મધમીઠા સૂર સંગાથ
ઠેકંતા મોરલા ઓઢીને અવકાશ.
ગીત નૃત્યની જુગલબંધીનો
આજ અવસર આયો રે,
સખી! આજ અવસર ફાગણ આયો રે.
મહૂડાનો આસવ આંખમાં આંજી ,
નાચે ઘૂમે ગોપબાળોની ટૉળી.
અબીલ ગુલાલ ભરભર ઝોળી,
ભરભર લોટા ફાગણ ગાયો રે.
સખી! આજ અવસર ફાગણ આયો
ફાગણનો ખીલ્યો ફાગ હૅયુ બાગ બાગ
કેસુડૉ રેલાવે રગ બહાર ગાયે વસન્ત રાગ
મસ્ત મદન મદિર મારો રસિયો વાલમ સાથ
હેત હિડૉળે ઝુલાવે મન મોર ક્રરે થનગનાટ્.
હોળીની ગુલાલ ભરી શુભ એચ્ચા
જયશ્રીબેન,
ફાગણ આયો ફાંકડો કોઇ ફાગણ લ્યો – રાજેન્દ્ર શાહ
By Jayshree, on February 25th, 2009 in ક્ષેમુ દિવેટીઆ , ગીત , ટહુકો , રાજેન્દ્ર શાહ , વસંત/ફાગણ/હોળી |
કવિના ગીત નો ફાગણ માસને આવકારવાની રીત ગમી. ફાગણ મહિનાનો મહિમા સારી રીતે સમજાવ્યાઓ છે. સંગીત પણ ખૂબ સુંદર છે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
ફાગણની મસ્તીમા મ્હાલ્વાની મઝા આવી ગઈ
આ ગેીત ઘણુઁ જ ગમ્યુઁ .આભાર બહેના !
હલ્લો,જય્શરિબેન , મને આ ગિત”મનદા નો ભેરુ મારો આતમો ખોવાનો રે ” સાભલવુ ચે. જો મલે તો તમારો ખુબ આભાર.
Hi jayshreeben,
If possible put other fagun songs to
1. fagan no fag ane tahukano saad – https://tahuko.com/?p=634
2. Fagan forumto ayo, ayo re ayo fagan foramto ayo – https://tahuko.com/?p=619
ફાગણની સરસ વધામણી…
આભાર !
ચિત્ર જોઇને મને તો આંબાવાડી યાદ આવી ગઈ.
ફાગણના આ કોરસ ગીતે વગડાની યાદ અપાવી…સાથ સાંપડ્યો સુંદર શબ્દો અને સંગીતનો…
એ જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો..
ફાગણનું આવું જ એક બીજું સોલો ગીત છે…
ફાગણ તારા કેસુડાનો રંગ રંગીલો છાયો…
કે રસીયો ફાગણ આયો…
વિતેલા વષૉનું આ લોકપ્રિય ગીત હજીયે કાનમાં ગુંજારવ કરે છે. વિનંતી…આ ગીત આપની પાસે હોય તો રજુ કરશો.
સુંદર રજુઆત…આભાર.