એક સપનાને ફરી વાવી તમે – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.

એક સપનાને ફરી વાવી તમે
રાતને સાચે જ અજમાવી તમે

ચાંદની ચીસો નીચે દાબી દઇ
રાતને સંદિગ્ધ નોંધાવી તમે

કઇ ઉદાસીનું પગેરું શોધવા
રાતને બેફામ ખોદાવી તમે

વાતને લંબાવવાની લાલચે
રાતને પણ સ્હેજ લંબાવી તમે

ભાઇ તમરાલાલની જામીન પર
રાતને તત્કાલ છોડાવી તમે

સૂર્યની જાહેરમાં નિંદા કરી
રાતને વિશ્વાસમાં લાવી તમે

ખોરવ્યું છે તંત્ર ઝાંકળ-શ્હેરનું
રાતને ઉઘરાણીએ લાવી તમે

છાની રાખી, હાથ ઝાલી ને પછી
રાતને ઘરમાંય બોલાવી તમે

આજ તો ભારે કરી નાખી ‘ગ.મિ.’
રાતને ગઝલોય સંભળાવી તમે

– મિલિન્દ ગઢવી ‘ગ.મિ.

7 replies on “એક સપનાને ફરી વાવી તમે – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.”

  1. એક ચોકક્સ ગતીએ આગળ વધતું આ નામ સૌની હથેળીમાં એક તાજપ ભરેલી ખુશ્બૂ મુકી શકે એટલું પ્રભાવક છે….

  2. ek chokkas gatie aagal vadhtu aa nam ghazalni ek nokhi pahechan sauni hathelima ek tajap bhareli khushbooni jem muki sake etu saxam 6

  3. ભાઇ તમરાલાલની જામીન પર
    રાતને તત્કાલ છોડાવી તમે
    ને બ્દ્લે
    બઈ રાત રાણી નીજામીન પર
    રાતને તત્કાલ છોડાવી તમે

  4. છાની રાખી……..
    સુંદર કલ્પના અને એટલીજ કોમળ લાગણી…
    સુંદર ગઝલ….
    પ્રદીપ શેઠ.
    ભાવનગર.

  5. વાતને લંબાવવાની લાલચે
    રાતને પણ સ્હેજ લંબાવી તમે

    ભાઇ તમરાલાલની જામીન પર
    રાતને તત્કાલ છોડાવી તમે

    -પહેલો શેર એની ગહેરાઈના કારણે અને બીજો શેર એના નવીન કલ્પનના કારણે ગમી ગયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *