સ્વર : સરોજબેન ગુંદાણી
સંગીત : ??
(Photo by : Meghna Sejpal)
* * * * *
.
ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
એને ઘૂઘરે ઘમકે તારલિયા,
એને પડખે ચમકે ચાંદલિયા;
એને મોઢે તે બેઠા મોરલિયા – મારું
એ રાજાએ માગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માગ્યું ઝાંઝરણું;
તોયે વ્હાલે દીધું મને ઝાંઝરણું – મારું
ઝાંઝર પ્હેરી પાણીડાં હું ચાલી,
મારી હરખે તે સરખી સાહેલી;
એને ઠમકારે લોકની આંખ ઝાલી – મારું
– ‘સુંદરમ’ ત્રિભોવનદાસ લુહાર
I suppose it is the administrator’s duty to correct the title w.r.t. the name of the singer once it is known . Also, to add the name of the Music Director.
આ સાભલવા ક્ય મલે?
આભાર ર ર ર ર્
કેટલાય વર્શો બાદ કૌમુદિ મુન્શિ નુ આસુન્દર ગિત સામ્ભળવા મળ્યુ મારો ભાઇ સાવ નાનો હતો ત્યારે આ ગિત એના શાળાનિ ચો પડિમા આ કવિતા હતિ …ખુબ… આભાર
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
ઝમઝમ
ઝમઝમ
ઝમઝમ
ઝમઝમ
ઝમઝમ ઝમઝમ ઝમઝમ ઝમઝમ ઝમઝમ ઝમઝમ
Yes Tushar bhai is right,
thanks for you clarification.
This is sung by Sarojben Gundani
Neha Gundani
વાહ!! મઝા આવી ગઈ કેટલાય વખતથી આ ગીતની શોધ હતી. ઘણો જ આભાર જયશ્રી.
– નીશા
this song is composed by very geart composer of gujarati music industrie, and this song is very good,
song composed by rasiklal bhojak ,a great composer from all india radio ahmedabad .sung by saroj gundani at very early age .it is on an 78rpm gramophone record .
chi jayshree,
thankyou very much.very good song,
આ ગીત સુન્દરમ્ નું છે એ તો આજે જ જાણ્યું…. આ ગીત એટલું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે કે લોકગીત હોવાનો અહેસાસ કરાવે….
આ ગીતનુ સંગીત્ ભોજક સાહેબનુ છે અને ગાયક સરોજ્બેન ગુન્દાણી છે