આજે ઘણા વખતે વિનોદ જોષીની કવિતા સાંભળીએ… અને આ વખતે પણ તમારી થોડી મદદ જોઇશે… આ ગીત સમજવામાં મદદ કરશો? 🙂
સ્વરાંકન : અજિત શેઠ
સ્વર : ફાલ્ગુની શેઠ
.
કચક્કડાની ચૂડી રે મારું કૂણું માખણ કાંડું.
સૈયર શું કરીએ?
ફળિયે રોપ્યો લીંબુડીનો કાચો છોડ કાચો છોડ
કાચો રે પડછાયો એમાં
તકલાદી થડ ફરે,
ખડખડ કરતું પડે પાંદડું
ભણકારા અવતરે;
ખરબચડી કેડી પર પાની પરવાળાની માંડું.
સૈયર શું કરીએ?
અડધે મારગ ઠેબે આવ્યું રાતું ફૂલ રાતું ફૂલ
રાતું રે અજવાળું એમાં
લીલો સૂરજ તરે,
પડતર પાંપણના તોરણથી
ખરખર નીંદર ખરે;
સપનાનું સાંબેલું લઇને ઉજાગરાને ખાંડું.
સૈયર શું કરીએ?
ખબજ સુંદર કાવ્યભાવ… સમય ની સાથે બધી વ્યવસ્થઓ
ભાંગી ગઈ પણ હજુ જે ગુજરાતી કાવ્યો ના રસદાર છે એતો
ગમે તે રીતે કાવ્યો નો આનંદ માણી લે છે
કવિતા ગઝલ ગીત માં આપણું કામછે જ્યાં સુધી જીવીયે ત્યાં
સુધી સીવીએ
સૌ પ્રથમ ખૂબ ખૂબ આભાર tahuko.com ની ટિમનો કે આવી સરસ કવિતાઓનું કલેક્શન બનાવ્યું છે જેથી એક ક્લીકે સાંભળી શકીએ છીએ.
વિનોદભાઈની કલમે લિખિત અને ફાલ્ગુનીબેન દ્વારા ગવાયેલ આ એક ખૂબ જ સુંદર ગીત છે.
કુનુ મખન જેવુ જેનુ કન્દુ હોય એ નારિ કેવ્વિ હોય્..
સ્ત્રિ ના જિવન નિ વેદના..કેટલો વિરોધાભાસ માખણ અત્યત કોમળ ,ઉતમ સૌદર્ય નો પર્યાય, તેનેી સામે કચકડા નિ વાત કેટલુ હલકુ,તુચ્ચ,સાવ નકામુ,,,પરવાળા જેવા હોઠ હોય આહિયા તો પાનિ પરવાળા જેવિ છે ,ખરબચડિ જમિન પર કેમ ચલાશે. સપના ને ખાડ્વા બેસે બિજુ શુ કરે?
મધુર સ્વર ,મધુર સગિત,સ્ત્રેી ના જિવન નુ ધારદાર નિરુપન્ માખન અને પરવાલા જેવિ કોમલ હુ,,સપના ને ખાન્દુ હુ,,સૈયર બિજુ કરુ શુ?
Nice song, love this website. i wish i can download some of songs for my mother and father…
AP
જયશ્રીજી
આ સરસ રીતે સ્વરબધ્ધ કરેલુ અને એટલીજ સુંદરતા થી ગવાયેલુ ગીત, મારી સમજણ પ્રમાણે એક અભિસારીકા ની (પ્રેમી ને મળવા માટે એકલીજ નિકળેલી પ્રેમીકા ની)મનોવ્યથા વ્યક્ત કરે છે.અને એને જે તકલિફો પડે છે તેની તે પ્રેમી ને complain કરે છે. ખરેખર આ એક સુંદર ગીત છે.
hemant padhiar
ભાર્ગવ ભાઈ જે સમજ્યા, હું પણ એજ સમજુ છું
Let me try to rephrase what I understand.
This is the song of a girl who is about to get married. In the first line poet expresses that by saying that, I have hard bangles but my wrist is way to soft. I am a soft skinned unexperienced girl and i am entering into harder life.
Again, libundi no kacho chhod is inexperience. Also, slightest new things are exciting and/or little scaring her about her new life. “Bhankara avatare… ”
Kharbachadi kedi.. the new life is going to be little tough like unpaved trail with lots of rocks. My feets are soft like coral. As I am walking on that trail halfway through I trip on a red flower. This is a love’s first experience.
Ratu ajavalu…, There is a red light from the early sun. The morning is dawning on her. The dawn of new experience and knowledge , new life, … This makes her fully awake, “Khar khar nindar khare,,,”
The problem is now she cannot sleep. But cannot start the experience either. The life is yet to begin. So the only way to spend this waiting period is to have dreams. Dreams will make this sleeplessness bearable. “Sapananu Sambelu layine …”
— Hope this helps,
bhargav.
બહુ સરસ ગીત
મજા પડી ગય ….. વા હ વા હ …
khubaj saras.
ખુબજ સરસ રચના છે
Aa song Vinod Joshi nu j che. I had a neighbour – Bhabhi, she is a relative of Vinod Joshi and Vinodji gave her a cassatte of his poems. And bhabhi gave that cassatte.
Above all thank you for uploading his poems. I am a big fan. Also, thanks for the nice explanation.
I guess I will have to learn how to type in Gujarati. Kind miss writing in gujarati.
Hi jaishree,aa song Mukeshjoshi na live progrnm maanthi buy kari hati ane mukeshjoshi nu aa song chhe avun mane lage chhe Vinodjoshi & Mukeshjoshi no khulaso karsho please
ઉન્દાન ભરિ કવિત નિ સમજ પદ્વ બદલ ઘનો આભર્
પ્રિય જયશ્રીબેન,
જય ગુર્જરગિરા,
કચક્કડાની ચૂડી…
ધન્યવાદ, આવી મજાની કવિતાઓ આપવા માટે!
મારી સમજ અનુસાર,આ સરસ કાવ્ય સપનાની,પ્રિયકરની દીર્ઘ પ્રતિક્ષાની,અને નિરાશાની વાત સૂચવે છે.આવી વાત કોને કરાય?…બેન કે માતાને થોડીજ કરાય? તેથી,’સહિયર શું કરીએ?’
સ્વપ્નનો અનુભવ,કઠણ ધારદાર ચૂડીથી કોમળ હાથ પર પડેલા લોહિયાળ ઘસરકા જેવો છે.
બારણે રોપેલો છોડ ‘કૌમારાવસ્થાના’ પ્રેમનું પ્રતિક છે.પાનનો ખખડાટ પ્રિયતમના આગમનનો ભ્રમ સર્જે છે અને બાવરી,કદાચ અડવાણે પગે, દોડે છે.પરિણમતી હતાશાના આઘાતથી જાગી જવાય છે.
સ્વપ્નનું કઠોર સામ્બેલું જા્ગૃતાવસ્થાના મર્મ પર કઠોર ઘા કરે છે. કહો શુ થઇ શકે? બધા રૂપકોનો ઉલ્લેખ કરી રસાસ્વાદ કરવો હોય તો ખૂબ લમ્બાણ થઈ જાય.
સ્થળસન્કોચને કારણે વધુ વિગતથી લખતી નથી.
માલિની અને વિજયના
નમસ્કાર
Khoob sundar explanation
Thanks
Ameeta
એક અર્થ એવો પણ થઈ શકે કે ખૂબ નાની ઉંમરે મોટી વયનાં પુરુષ સાથે લગ્ન થયેલ હોવાથી પોતાની વ્યથા સાહિયારને કહે છે.
કોઇ નાનિ વિધવા નિ લાગનિ હોઇ તેવુ લાગે ?
You are right. This poem has so many રૂપકો that it is not easy to understand. I tried. Looks like her hand is as soft as butter but the bangles are rough. Her feet are very NAJUK but the road is rough. SAMBELU – UJAGARA KHANDU etc…. I am lost… Whatever it is … the crafting of contradictory words make it feel like ‘must be a good poem’. May be VIVEK TAILOR can explain better