શબ્દનું સાન્નિધ્ય કેળવવું હતું;
એ રીતે મારે મને મળવું હતું.
શબ્દનાં છે ઝાડવાં ચારેતરફ,
પાંદડું તેનું થઇ ખરવું હતું.
શબ્દસાગર ઊછળે છે ભીતરે,
થૈ સરિતા, છાલકે ભળવું હતું.
શબ્દનો છે સૂર્ય કેવો આલીશાં,
બે જ હાથોથી નમન કરવું હતું.
શબ્દમાં જીવી જઇને આખરે,
તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.
વાહ ખુબ જ સુંદર રચના …
સુંદર શબ્દો અદભુત ગુંથેલી રચના ….!!
શબ્દસાગર ઊછળે છે ભીતરે,
થૈ સરિતા, છાલકે ભળવું હતું.
શબ્દથી શબ્દસાગર નાથવાની કવિની અનોખી રીત ગમી ગઈ.
સુંદર રચના !
oh man … it’s amazing… હવે હુ એને મારા શબ્દ્કોશ મા ઉમેરિ દઇશ….
વાહ્….
મારા સંગ્રહમાં હજુ હમણાં જ ઉમેરી’તી.
ખરેખર સરસ પ્રયોગ
આખી શબ્દ-ગઝલ સરસ થઈ છે…
આભાર…
શબ્દમાં જીવી જઇને આખરે,
તત્વમાં નિ:શબ્દ થઇ ભળવું હતું.
વાહ! ખૂબ સરસ