તમે થોડું ઘણું સમજો તો સારું… – હરીન્દ્ર દવે

સ્વર : રેખા ત્રિવેદી
સ્વરકાર – ?

.

ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં માધ્વી મહેતાના સ્વરમાં સાંભળો.

તમે થોડું ઘણું સમજો તો સારું
કે રાજ વહેતા વાયરાને કેમ કરી વારુ
વહેતા વાયરાને કેમ કરી વારુ

ધારી ધારીને તમે બોલ્યા બે વેણ
એની અણધારી ચોટ ઉરે લાગી
જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી
એની ભ્રમણામાં રાતભર જાગી
ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ — તમે થોડું

આપણી તે મેડીએ રે આપણ બે એકલા
ને ફાવે તેવી તે રીતે મળજો
મોટા નાનામાં મારે નીચા જોણું છે
રહો અળગા કે વાટ ના આંતરજો
મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ — તમે થોડું

14 replies on “તમે થોડું ઘણું સમજો તો સારું… – હરીન્દ્ર દવે”

  1. ખૂબ સુંદર રજુઆત! રેખાબેનમાં જાણે કૌમુદીબેન આવી ગયા.
    ફક્ત અવાજમાં જ નહિ expression માં પણ.
    ખૂબ સુંદર, અભિનંદન!

  2. હરિન્દ્રભઐનિ આ રચના ખુબજ સુન્દર અને વ્યવહારૈક ચ્હે. શાનમા સમજાવાનિ વાત ચ્હે.આસપાસમ કોઇ નાનુ કે મોતુ સામ્ભલિ ન જાય,કોઇ માનાપમાન ના થાય તે જોવાનિ ખેવના કરવિ જોઇએ તેનો આ નસાર ચ્હે.નાયિકા વિનવે ચ્હે.(પતિને). સાથે સાથે પતિને કહે ચ્હે આપનેતો બન્ને એકલા ચ્હિએ તો ક્યારે પન વાત કર્તા મુન્જાવુ જોઇએ નહિ તો આ ફરિયાદ શાને?
    સુન્દર લય બધ સ્વરમા ગયુ ચ્હે.

  3. આ વેબસાઈટ મા “બોલિયે ન કૈ,આપણુ હ્રદય ખોલિયે ન કૈ” – રજેન્દ્ર શાહ નુ આ કાવ્ય પ્રસ્તુત કરવા વિનંતિ.

  4. જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી
    એની ભ્રમણામાં રાતભર જાગી….

    વાહ…સરસ..સંગીત પણ..

  5. કવિએ નારીના મનોજગતને સરસ વ્યક્ત કર્યુ છે..

    જેનાં શમણામાં મીઠી નીંદર મ્હાણી’તી
    એની ભ્રમણામાં રાતભર જાગી
    ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું હો રાજ …
    મોટા ઘરની હું નાની વહુવારુ હો રાજ ….

    ખુબસરસ.

  6. કવિ અને સન્ગીત અવિનાશ ભાઇ… જ હોઇ શકે…

    • સ્વરઃ કૌમુદી મુનશી
      ગીતઃ હરીન્દ્ર દવે
      સંગીતઃ નિનુ મઝુમદાર
      ઑરિજિનલ – મુળ સર્જકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *