કવિ શ્રી વિપિન પરીખ હવે આપણી વચ્ચે નથી રહ્યા..!! એમને આપણા સર્વ તરફથી શ્રધ્ધાંજલી સાથે માણીએ એમનું આ ખૂબ જ જાણીતું કાવ્ય..! મને યાદ છે… ઘણા વર્ષો પહેલા ચિત્રલેખામાં આ કાવ્ય વાંચ્યું હતું – અને ત્યારથી જ હ્રદય પર અંકિત થઇ ગયેલું..! કાવ્યનું શિર્ષક તો હમણાં હમણાં બીજા બ્લોગ પર વાંચ્યું ત્યારે જાણ્યું.. મને તો હંમેશા આ કાવ્ય – મને મારી બા ગમે છે – એ શબ્દોથી જ યાદ રહ્યું છે..!
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ”માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
-વિપિન પરીખ
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે….
ખુબજ સર્સ રચ્ના ચ્હે…!
મા તે મા બીજા વગડાના વા
બા કેવો સુન્દર શબ્દ !!! અમે બા કહેતા . હવે મમ્મી શબ્દમા મા આવી .જચે ? બાકી કાવ્ય ખૂબ સુન્દર !
એક confession કરવું છે .. આખ્ખી જિંદગીમાં લાયબ્રેરીમાં એક માત્ર પુસ્તક પરત ન કર્યુ હોય અને દંડ ચુકવી રાખી લીધુ હોય તો તે – વિપીનભાઈનું “મારી, તમારી, આપણી વાત” !
ઓછું પણ સોસરવું ઉતરી જાય તેવુ લખાણ, ર.પા. જેટલો જ શિરમોર કવિ, આપણે થોડી કદર મર્યાદીત કરી !!
ભગવાન તેમના આત્માને શાંતિ આપે એ જ અભ્યર્થના……………
કવિ શ્રિ પરિખને શ્ર્રધન્જલિ.
દુનિયા ના કોઇ પણ ખુણા મા રહિયે પણ મને તો મારી ભાષા જ ગમે છે
વિપીન પરીખ આપણી વચે નથી એ મને આજેજ ખબર પડી,અને આજે આ કવિતા તમે મુકી. બહુ સારુ લાગ્યુ.ખુબજ સરસ કવિતા.ધન્યવાદ્.
હૃદય લાગણીઓ તમારા કવનમાં સદા સદા મલકતી રહેશે.તમને શતશત પ્રણામ.
રમેશ પટેલ(આકાશદીપ)
માતા અને માતૃભાષાનો મહિમા ચરિતાર્થ કરતું ખૂબ જ સરસ કાવ્ય.મને એવું લાગે છે કે “બા” અને “માતૃભાષા” એકબીજાનો પર્યાય જ છે. કવિશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ.
સ્વ. કવિશ્રીને શ્રધ્ધાંજલી……
સુંદર કાવ્ય. વિપિન પરીખને હાર્દિક શ્ધ્ધાજંલિ.
ખુબ ખુબ આભાર! અતિસુન્દર કાવ્ય!
બા શબ્દ મા રહેલ ભાવ ને ખુબ સુન્દર રિતે રજુ કર્યો ! વિપિન પરેખ ને સલામ !
MY SHRADHANJALI .. TO MY OLD SCHOOL FRIEND.. a through gentlemen … personal loss of losing a close and dear friend .. thanks for putting on the post such a touching poem
ઘણા વખતે વિપીન ભાઇ સાથે મુલાકાત તમે કરાવી, આભાર
ખુબ સુન્ર્દર્ કિવતા ખુબ મા નો પ્રેમ ખુબ સુન્દર્ વાહ વાહ વાહ વિપિન પરિખ તમને ધન્ય વાદ સુન્દર કવિતા માતે
Khub sunder,maza avi
Kavi ne salam
bhu saras kavy
ખુબજ સરસ અને સુન્દર ગીત.
nayab geet che. salute to vipin parikh
[…] aabhaar Tahuko.com […]
Bahu sundar achhandas…
Gazal-Geet ni jem achhandas pan lokpriy
thay shake chhe ae sabit kari batavyu aapna
aek matra kavi shri vipin parikh sahebe.
Kavi ne salam…