કે કાગળ હરિ લખે તો બને – રમેશ પારેખ


– કે કાગળ હરિ લખે તો બને
અવર લખે તો એકે અક્ષર નથી ઊકલતા મને

મોરપીંછનો જેના ઉપર પડછાયો ના પડિયો
શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો ?
એ પરબીડિયું શું ખોલું જેની વાટ ન હો આંખને…

મીરાં કહે પ્રભુ, શ્વાસ અમારો કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય લઇને થેલો ખાલી ખાલી
ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને…

( 25-10-1982, સોમવાર )

( કવિ પરિચય )

7 replies on “કે કાગળ હરિ લખે તો બને – રમેશ પારેખ”

  1. બહુ ઉચો માણસ આટલુ ઉન્ડાણ થી લખી શકે. ગુજરાત ના આન્તરિક વૈભવ નો દુનિયા ને પરિચય કરાવવા માટે ટહુકો નુ સદા ઋણી રહેશે ગુજરાત.

  2. થુઉકો ખ્રેરેખ્ર્ર્ર્ર્ર્ર અદ્ભુત ચે.
    I have been since long looking for GUJARATI site and when my daughetr suggested to check TAHUKO, I was delighted and surprised. As a gujarati geet lover, I can not forget this obligation and I sincerely wish TAHUKO becomes the most popular site and stay in the heart of each and every gujarati.
    once again thanks for such lovely collection and presentation.

  3. hai,
    I am khyati pandya. Two days back i heard about tahuko from my sister and i,m impressed with the way things presented in it.

    congratulations to the team of tahuko, presenting such a fabulous collection of creation of such a great personalities.

    keep it up.
    bye

  4. મીરા કે પ્રભુ, દીધુ અમને સમજણનું આ નાણું,
    વાપરવા જઇએ તો જીવતર બનતું જાય ઉખાણું.
    ર.પા.

  5. લખીએ રે! હરિવરને કાગળ લખીએ રે!
    — ભગવતીકુમાર શર્મા
    – સોલી કાપડીયાનું સ્વરાંકન
    – આલ્બમ ‘હરિવરને કાગળ લખીએ રે’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *