મૂકી છે પીઠ પાછળ સૂરજે પોતાની દુનિયાને
હું બેઠો છું નદીકાંઠે લઇ ખોળામાં સંધ્યાને
હવે મોડા પડો તો પૂછજો બાળકને સરનામું
કદાચિત ઓળખે એનાં રહસ્યો આ સમસ્યા ને
—
ચાહું છું કોઇમાં વિશ્વાસ મૂકી દઉં આજે
જિંદગી કોઇનો એ રીતે સહારો લઇ લે
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં
જેમ સાગરનો બધો ભાર કિનારો લઇ લે
—
ચાહું છું એટલું રંગીન જીવન થઇ જાયે
વેદીઆ મારી તબિયતને ‘ગુલાબી’ કહી દે
જે રીતે રાહમાં ભૂખ્યાને લથડતો જોઇ
સજ્જનો નાક ચઢાવીને ‘શરાબી’ કહી દે
—
મિત્ર! આ મારી તરફ જોઇને હસતાં પુષ્પો
મારા ભૂતકાળના રંગીન પ્રસંગો તો નથી
કૈંક કરમાઇને ક્યારીમાં પડ્યા છે એમાં
જોઇ લેવા દે મને મારા ઉમંગો તો નથી?
—
એ રીતે તારા ભરોસે હું જીવું છું જીવન
જાણે પડતો કોઇ આધારને પકડી લે છે
દિલને દઇ જાય છે એ રીતે તું રંગીન ફરેબ
જાણે બાળક કોઇ અંગારને પકડી લે છે
—
સફરમાં કેટલા દિવસો વીતાવ્યા કેટલી રાતો
વિપદની કેવડી વણઝાર કે છેડો ન દેખાતો
કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો
—
મને પેલુ ગઝ્લ ” બનાવટનિ મધુર્તામા કટુતા” આપો પ્લિઝ્ઝ્ઝ્ઝ્ઝ્
સુરતને બદસૂરત કરી જનાર પૂર અને પૂર પછીની અરાજકતામાં ખોવાઈ જવાના કારણે ઘણા દિવસો પછી આજે બ્લોગ-જગતમાં પગ મૂકું છું તો વર્ષો પછી પોતાના ઘરમાં પ્રવેશતો હોઉં એમ લાગે છે…
ગની દહીંવાલા જૂજ અનાયાસ કવિઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે… સરસ સંકલન… મજા આવી…
પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો ગાતો રહ્યો !
સરસ રચના કવિ ! આભાર !
ગનીચાચાની રચનાઓમાં જે ખરબચડી સચ્ચાઈ અને જીવનની ઊંડી સમજણ દેખાય છે તે થોડા જ લોકોમાં જોવા મળે છે. ગનીચાચાની રુહને આજના દિવસે સલામ !
ખૂબ જ સુંદર મુક્તકો છે! વાંચવાની મઝા આવી…
“જોઇ લેવા દે મારા મારા ઉમંગો તો નથી?”
આ લીટીમાં કદાચ એક જ વાર ‘મારા’ આવે?!
આભાર જયશ્રી!