કંઇ ક્યારનો આમ – અમૃત ઘાયલ

સ્વર : મનહર ઉધાસ

.

કંઇ ક્યારનો આમ જ મુગ્ધ બની, આ મીનાબજારે ઉભો છું
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઉભો છું

આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતું
તું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છું

સમઝાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલું
જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઉભો છું

જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતા
એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું

16 replies on “કંઇ ક્યારનો આમ – અમૃત ઘાયલ”

  1. What about “જયાં જયાં નઝર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની” beautifully sung by Manhar Udhas in the album Anubhav.

  2. ઉમદા રચના .. આજના યુગમાં દરેક માનવીને પોતાની છબી દેખાય એવી અસરકારક છે.. ખરેખર ઉમદા, ધન્યવાદ !!

  3. આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતું
    તું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છું

    ખરેખર અફરિન થઇ જવાય એિ રચના

  4. આ તારી ગલીથી ઉઠી જવું, સાચે જ નથી મુશ્કીલ કિંતું
    તું સાંભળશે તો શુ કહેશે, બસ એ જ વિચારે ઉભો છું

  5. બહુ જ સરસ છે !
    જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતા
    એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું

  6. સમઝાતું નથી કંઇ ક્યાંથી મને, આ આવું લાગ્યું છે ધેલું
    જાકારો મળ્યો તો જ્યાં સાંજે, ત્યાં આવી સવારે ઉભો છું.

    દિલ ખુશ થઇ ગયુ શુંદર રચના શાંભળી અને શંભળાવી ને…

  7. જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતા
    એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું

    સરસ ! આભાર !
    અમૃત ઘાયલ સાહેબ

  8. જોયા છે ઘણાંને મેં ‘ઘાયલ’, આ ટોચેથી ફેંકાઇ જતા
    એકાદ ઘડી આ તો એમ જ, આવીને મિનારે ઉભો છું

    સરસ !

  9. ઉત્તમ રચના , ઉત્તમ ક્નઠ , ઉત્તમ સ્નગિત એટલે….એક ઉત્તમ રજુઆત…મન ખુશ થઇ ગયુ….આભાર ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *