આવે આવે ને જાય રે મેહુલિયો… – પ્રહલાદ પારેખ

આજકલ અમારા Bay Area માં મેહુલિયા એ મહેર કરી છે..! આખા ઓક્ટોબર મહિનાનો વરસાદ બે દિવસ પહેલા ૩-૪ કલાકમાં જ આપી ગયેલો મેહુલિયો..! પણ અહીં દેશની જેમ દિવસો સુધી વરસાદ નથી પડતો.. એટલે આ ગીતના શબ્દો આ વિદેશી મેહુલિયાને બરાબર માફક આવે એવા છે.. 🙂

સ્વર : સુધા લાખિયા
સંગીત : ??

.

આવે આવે ને જાય રે મેહુલિયો
આવે આવે ને જાય

ઓલી વાદળીની ઓથે છુપાય રે મેહુલિયો,
આવે આવે ને જાય (૨)

શ્રાવણીયો બેસતાં ને આસો ઉતરતા (૨)
લીલા ખેતરીયા લ્હેરીયા
આવે આવે ને જાય (૨)

સરિતા સરોવર ને કૂવાને કાંઠડે (૨)
નીરે નીતરતા સોહાય
આવે આવે ને જાય (૨)

– પ્રહલાદ પારેખ

17 replies on “આવે આવે ને જાય રે મેહુલિયો… – પ્રહલાદ પારેખ”

  1. ગુજરતિ કવિતા ના અમર વાર્સા મા આનો સમાવેશ કરાય તેવુ કાવ્ય આભર આપનો

  2. ઘણુ મોડુ પન ઉઠ્યા ત્યારથિ સવાર
    ૧૯૬૨ મા પ્રલ્હાદભાઇ નથિ એવુ જાણ્યા બાદ ફક્ત ઘણી વાર યાદ આવતા
    ઍસ ઍસ સી નુ વર્ષ
    વર્ષાકવિ ને પ્રણામ

  3. #

    બહુજ સરસ ગીતો તહુકો ની સાઈટ ઉપર સાંભળી મન પ્રફુલીત થઈ જાય છે.
    મજા પડી ગઈ.
    હવેતો રોજની આદતજ પડી ગઈ છે.
    આભાર …

    * જગશી ગડા – શાહ
    * વિલેપારલે – મુંબઈ

  4. સુધાબેન લાખિઆ એતલે કે સુધાબેન દિવેતિઆ એ ગાયેલુ સખિ મુને વ્હાલોરે સુન્દેર શામલો રે અને બિજા ગિતો સાભલવા ચ્હે..please kai karone…Umashankar joshie emne mate kahelu k aa awaz gijaratno chhe…

  5. ખરેખર સાચુ….મેહુલિયો તો ભરોસાપાત્ર જરાય નહિ…

  6. ગિરિશભાઇ,
    ટહુકો.કોમ પર (કે એ સિવાય બીજે કશે પણ) મેં ક્યારેય એવો દાવો નથી કર્યો કે બધા જ ગુજરાતી ગીતો મારી પાસે છે કે ટહુકો પર મળશે.. ગુજરાતી કાવ્ય-સંગીત જગત તો મહાસાગર છે.. અને એમાંથી મને મળેલા થોડા મોતી બધા સાથે વહેંચવાનો પ્રયાસ છે ટહુકો..!!  અને હા, ટહુકો પર દરરોજ કંઇક નવું આવે છે…  તમે જે ગીતની વાત કરી (જે પણ હોય – શબ્દો તો તમે નથી જ જણાવ્યા..) એ ભવિષ્યમાં કશેક જડી જશે તો ટહુકોના ભાવકો સુધી જરૂર પહોંચશે.!!

  7. ગાના બેનનુ નામ સુધા લાખિયા ચછે, લખીયા નહીં
    તેમનુ સાઑથી પ્રખ્યાત ગીત તો તમારી પાસે નથી

  8. hi it’s a very good song,this song has reminded monsoon days so i want to download this song
    how can i? i asked my grand father kirit bhatt . we want to down load this song how can we please !!!!!!

  9. જાણે જુની ગુજરાતી ફિલમનું મીઠું મીઠું ગીત સાંભળતા હોય એવી મજા પડી ગઈ. ગીત પણ સરસ અને અવાજ પણ મધુરો.
    તમે નસીબદાર કે તમારે ત્યાં આટલો બધો વરસાદ પડ્યો, બાકી અહીં લોસ એન્જલ્સમાં તો વરસાદ જ નથી. ફક્ત એક દિવસ થોડોકજ આવ્યો હતો. આતો ફક્ત વરસાદનું ગીતજ સાંભળવાનું, પણ એમાંય પણ આનંદ છે. મજા પડી ગઈ.

  10. what more can I say? It brings the joy and good old memories of yester years when we were in the school nd college.I used to sing those songs and now as per my love of music d passion, I am singing here in America…..

    aaj rokay nahi aa varsad,
    ghar sudhi chal palalta jaiye…

    keep on raining these kinds of Gujarati sahitya.. Rohit Parekh.

  11. પ્રણામ…..
    સાચ્ચે સાચું કહુ ને તો કોઇ મને એમ પુછે કે મારા જીવન નો સૌથી મહત્વ નો દિવસ કયો? તો નિર્વિવાદ પણે એમા મારી ટ્હુકો.કોમ પર પહેલી વિઝિટ વાળો દિવસ હું જવાબ માં કહું… સાદા શબ્દો માં “ધન્ય થઇ ગયો!!!” ટહુકો તો હવે તો આદત બની ગયો છે. ખુબ ખુબ ખુબ ખુબ ખુબ ખુઉઉઉઉઉઉબ આભાર આ તથા અન્ય ગીતો માટે…..

  12. jayshreeben,thanks for posting this very nice old song, but the audio is not clear, it is distorted. can u pl repost the song with a little editing. i m sure u can do it.

  13. કુ.સુધા લાખિયા એ જ કદાચ સ્વ.શ્રીમતિ સુધા ક્ષેમુ દિવેટિઆ નહી? મંજુલ છે સ્વર એમનો.
    સ્વ.ભાવકવિ પ્રહ્લાદ પારેખે ઘરની બારીમાંથી બહાર દેખાતા પ્રકૃતિના વિવિધ સ્વરુપોને સુંદર ભાવવાહી ગીતોમાં આલેખ્યા છે જે એમના કાવ્ય-સંગ્રહ ‘બારી બહાર’ માં પ્રકાશિત છે. આ ગીત એમાંનુ જ લાગે છે.
    સંગીત ‘ચોરી ચોરી’ ફિલ્મ ના ગીત ‘બરસાત મેં હમસે મિલે તુમ સજન’ ની યાદ અપાવે છે ને ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *