મારા એક વ્હાલા મિત્રે એકવાર કહ્યું હતું – life is 5% what happens to you and 95% how you respond. અહીં મકતાના શેરમાં કંઈક એવી જ વાત નથી? 😊

કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે,
કોઈ તારી પીડને જીરવી જવા તૈયાર છે?

રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી,
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે.

કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે,
શું કરે રાધા કે એનાં અશ્રુઓ ચોધાર છે.

વાંસળી છોડી સુદર્શન હાથ પર ધરવું પડ્યું,
આ જગત સામે બિચારો ઈશ્વરે લાચાર છે.

એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં તો સ્વયં પોતે જ હિસ્સેદાર છે.

– હિતેન આનંદપરા

2 replies on “”

  1. આ તો અગમના ખેલ છે! અગમ કેરી ગમ નહીં અને વાણી અને ક્યાંથી વર્ણવી શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *