સ્વર : અમર ભટ્ટ
આલ્બમ : સંગત
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
.
કૈંક એ રીતે હ્ર્દયને લાગણી ભારે પડી,
એક દીવાને સ્વયંની રોશની ભારે પડી,
આપનારાને હજારો હાથ છે, ભૂલી ગયો,
જેટલી જે કૈં કરી એ માગણી ભારે પડી;
મૌન, કેવળ મૌન, ઘુંટાતું રહ્યું એકાંતમાં,
એ પળે અમથી પડી જ્યાં ટાંકણી ભારે પડી;
તું હતી તારા ઘરે, ને હું હતો મારા ઘરે,
જે પળે દુનિયા ઊભી થઈ આપણી ભારે પડી;
વાંસવન પાછું ઉભું કરવું ઘણું અઘરું હવે,
કટકે કટકે જે બનાવી વાંસળી ભારે પડી;
ચાલવું ને દોડવું ને કૂદવું- સૂના થયા,
એક બાળકથી છૂટી ગઈ આંગળી ભારે પડી.
– હર્ષ બ્રહ્મભટ્ટ
માનનીય શ્રી,
સવિનય સાથ લખવાનું જે મારે ” હે નાથ શુ જગાડું તમને અમને તમે જગાડો” પ્રભાતિયુંના શબ્દો જોઈએ છે તો શક્ય હોય તો મને મોકલવા યોગ્ય કરશો તેવી વિનંતી, અથવા તે કઈ લિંકથી મને મળી શકશે તે જણાવવા વિનંતી.
આભાર સહ
રસિક થાનકી, અમદાવાદ
ફોન નબર 9601781391
અત્યંત સુંદર ગઝલ