દીપ જલે જો ભીતર સાજન – દેવિકા ધ્રુવ

ગીત : દેવિકા ધ્રુવ
સ્વર અને સ્વરાંકન : ભાવના દેસાઈ
આલબમ : સ્વરાંજલિ

દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.
કાચું કોડિયું વાત આ જાણે,
પરમ પુનિત ને પાવન.

મન – બરતનને માંજી દઈએ,
દર્પણ સમ દિલ ભાવન.
પછી ખીલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.

નાની અમથી સમજી લઈએ,
ક્ષણની આવનજાવન.
આસોની અજવાળી અમાસે,
ઝગમગ દીપ સુહાવન.

ૐકારના ગીતો ધરીએ,
સૂરીલી વાગે ઝાલર,
અખંડ જ્યોતે ઝળહળ સૌને,
વંદન સહ અભિનંદન;
અભિનંદન, અભિનંદન.
– દેવિકા ધ્રુવ

9 replies on “દીપ જલે જો ભીતર સાજન – દેવિકા ધ્રુવ”

  1. દેવિકાબેને શબ્દો અને ભાવનાબેન ના સૂર અંતરને અજવાળા પંથ પર દોરી ગયા. સુંદર રચના અને સ્વરાંકન.

  2. Khub saral vaat Saras reete kahi pan samaj vaa maa jindagi puri thai jati hoy chhe!
    નાની અમથી સમજી લઈએ,
    ક્ષણની આવનજાવન.

    દીપ જલે જો ભીતર સાજન…samay rehtaa j samajai jaay etli j praarthnaa…!

  3. સુન્દર ગીતના શબ્દો, સ્વરાન્કન, અને ગાયન. Thanks for posting.

  4. kananhtrivedi@gmail.com
    Id સાથે હું ટહુકો સાથે જોડાયેલ છું. નિયમિત સમયાંતર પર મને ગીત કવિતા વગેરે મારા ઇમેઇલ ઇનબૉક્સ માં છેલ્લાં કેટલાક સમય થી મને મળી રહ્યાં નથી. કેમ આમ હશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *