સ્વર : ઉપજ્ઞા પંડ્યા
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
આલબમ : સંગત
.
હવે બોલું તો કેમ કરી બોલું?
અંતરના તાર સહેજ ઝણકે ત્યાં જંતરને આવે રે ઝોલુ !
હવે બોલું તો કેમ કરી બોલું?
એક પછી એક ખસે હળવેથી પડદાઓ અચરજનો આવે ના પાર,
એવામાં ઉતરવું પાર હવે દોહ્યલું કે ચારે પ લાગે મઝધાર;
હું જ હવે દરિયો ને હું ઝવે હોળી કહો કેમ કરી સઢને હું ખોલું?
હવે બોલું તો કેમ કરી બોલું?
અંધારાં અજવાળાં આવે ને જાય કહો જોઉં તો કેમ કરી જોઉં?
રણની નદીઓની જેમ આંસુ સુકાય હવે કેમ કરી પ્રેમબેલ બોઉં?
આગળ કે પાછળ નહિ રસ્તાનું નામ અને સપનું જોવાનું અમોલું ?
હવે બોલું તો કેમ કરી બોલું?
– હર્ષદ ત્રિવેદી
ખુબ સરસ સંગીત રચના હર્ષદભાઈ
એકદમ સરસ સંગીત અને કંઠ
શબ્દ,ભાવ,સ્વર,સંગીત અને કંઠ-બધું જ શ્રેષ્ઠ. અત્યંત સુંદર મનમાં ગુંજતું રહે એવું ગીત
Beautiful composition, beautifully sung . Very nice song
અદ્ભુત! હર એક શબ્દ નિખાલસ થી ભરેલો અને સાંભળીને હૈયાના સાગરમાં એક આનંદની હોળી તરવા લાગે એવી અદ્ભૂત..