આલબમ : હાલરડાં
સ્વર : લાલિત્ય મુન્શા
.
સંપૂર્ણ આલ્બમ:
ચંદનનું પારણું ઝૂલો રે ઝૂલાવું
સૂઈ જા મ્હારા લાલ હાલરડું ગાવું
હું તો ભલેને જાગું રે જાગું
તારે માટે મીઠી નીંદરડી માંગુ
પારણીયે હિંચોળુને ઘેલી હું થાઉં
મ્હારી વ્હાલપની મીઠી માયામાં
જુગ જુગ અમર રહો, માં ની છાયામાં
જોઈ જોઈ તને હું તો હરખાઉં
મારી તે આંખોનું, મોંઘેરું નૂર
બે કાંઠે છલકતું, મમતાનું પૂર
હાલરડું ગાઉં ને, વારીવારી જાઉં
હાલરડું સાંભળીને મને નિંદર આવી ગઈ.ખૂબજ ભાવવાહી શબ્દો અને સ્વર.
હાલરડા માં છલકાતી માની મમતા ખૂબ સરસ રીતે સુંદર અવાજમાં વ્યક્ત થયું છે.