આલ્બમ : સંગત
સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકન : હરિશ્વંદ્ર જોશી
.
બાઈ રે, તારાં ભાગ્ય મહાબળવાન:
અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે કહાન !
ઊંચે વ્યોમભવન ખેલંદો ઊતર્યો તારે નેસ,
ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
ધણી થૈ બેસે તોય શું કહીએ, આ તો માગત દાણ.
કંઈક બીજી જો મહિયારીની કોઈ ન ફોડે ગોળી,
રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન.
ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઈ,
કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઈ !
બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !
-ઉશનસ્
શ્રી ભાગવતના દાનલીલા ના પ્રસંગને કાવ્યના રૂપમાં વર્ણાવેલુ ગીત ખુબ સરસ લાગ્યું.
આભાર,
નવિન કાટવાળા
ખુબજ સુંદર રચના
બહુ જ સુંદર કવિતા, તેવું જ સુંદર સ્વરાંકન અને હેમાબહેન ગાય પછી પૂછવું શું? સવાર સુધરી ગઈ.
Wah wah! Beautiful lyrics , beautifully composed & sung!