બહુ એકલવાયું લાગે – વિનોદ જોશી

પઠન – વિનોદ જોશી

.

ઝાડ એકલું અમથું અમથું જાગે,
બહુ એકલવાયું લાગે…

પવન પાદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,
બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;

બંધ પોપચાં મીઠ્ઠા શમણાં માગે,
બહુ એક્લવાયું લાગે….

દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,
હડી કાઢતી હવા ડાળ પર બેસી ટહુકા આંજે;
એક લ્હેરખી ઊંડા તળને તાગે,
બહુ એકલવાયું લાગે….

અંધારાને અભણ આગિયા પાડે રોજ ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;

રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
બહુ એકલવાયું લાગે..

– વિનોદ જોશી

3 replies on “બહુ એકલવાયું લાગે – વિનોદ જોશી”

  1. પ્રકૃતિ સાથે તાદાત્મ્યની સુંદર કવિતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *