જેવી જેની મોજ – અમૃત ‘ઘાયલ’

કોઈ પીએ કોઈ ચાખે, જેવી જેની મોજ
કોઈ વહેંચે કોઈ રાખે, જેવી જેની મોજ

બાબા આ તો મોજની વસ્તી, માનમોજીનો વાસ
બોલે કે મૂંગા વ્રત રાખે, જેવી જેની મોજ

સર્વ પ્રકારે મુક્ત અહીંયા, રંગબેરંગી ફૂલ
ઝૂલે ફાવે તેવી શાખે, જેવી જેની મોજ

કોઈ જીવે મરતા મરતા, કોઈ મરવા વાંકે
કોઈ જીવનનું નાહી નાખે, જેવી જેની મોજ

લોકો ભાખે સારું ‘ઘાયલ’ એવો આગ્રહ શાને?
હિણામાં હીણું પણ ભાખે, જેવી જેની મોજ
– અમૃત ‘ઘાયલ’

2 replies on “જેવી જેની મોજ – અમૃત ‘ઘાયલ’”

  1. અમૃત ઘાયલના મોજીલા સ્વભાવ જેવી જ મોજીલી ગઝલ

  2. Nice Gazal from shayere Azam
    Amrur Ghayal Saab,
    simplicity
    flow of beautiful words with deeper meaning & teaching too.
    Pious Soul
    Ghayal Saab ne Amara Salam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *