પ્રેમની પીડા તે કોને કહીએ – દયારામ

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા ગુજરાતી વિશ્વકોશના શિલ્પી અને પદ્મભૂષણ ડો. ધીરુભાઈ ઠાકરની પુણ્યતિથિએ 24 જાન્યુઆરી 2021 ,રવિવારે એક સુંદર કાર્યક્રમ “પરમ પ્રેમ પરબ્રહ્મ : નરસિંહથી ન્હાનાલાલ સુધી” નું આયોજન થયું જેમાં અમર ભટ્ટે સુંદર પદો રજુ કર્યા.તો માણો હવે એને tahuko.com ઉપર દરેક રચના.

કાર્યક્રમની લિંક –

સ્વર : અમર ભટ્ટ

.

પ્રેમની પીડા તે કોને કહીએ મધુકર પ્રેમની પીડા તે કહીએ
થાતાં ન જાણી પ્રીત,જાતાં પ્રાણ જાયે
હાથનાં કર્યા તે વાગ્યાં હૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા

જેને કહીએ તે તો સર્વે કહે મૂરખ
પસ્તાવો પામીને સહી રહીએ રે …ઓ મધુકર પ્રેમની પીડા

દયા પ્રભુ આવે તો તો સદય સુખ થાય
મુને દુઃખ દીધું એ નંદજી ને છૈયે રે …ઓ મધુકર પ્રેમની પીડા
-દયારામ

3 replies on “પ્રેમની પીડા તે કોને કહીએ – દયારામ”

  1. શ્રી અમર ભટ્ટના કંઠે ગવાએલી બધી રચનાઓ સાંભળી ખુબ આનંદ થયો.

Leave a Reply to Jitesh narshana Cancel reply

Your email address will not be published. Required fields are marked *