માધવ ! તુ બેઠો દેવા તો -સુન્દરમ

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

.

માધવ ! તુ બેઠો દેવા તો
અમને લેવામાં શી આણ?
તું બેઠો ગાવાતો આતુર તત્પર આ અમ કાન

કં‘ઇ અઢળક જયોત ગગનની,
આ તમતુલના કંઇ ખગની,
કંઇ ગુપ્ત પ્રજળતી લગની,
તવ રાસ ચગે રળિયાત..માધવ

આ જમુના જળને ઘાટે,
આ વૃંદાવનની વાટે,
શું નિર્મિત હશે લલાટે
તારી મધુર અધરની આણ..માધવ
-સુન્દરમ

4 replies on “માધવ ! તુ બેઠો દેવા તો -સુન્દરમ”

  1. સુંદરમનું સુંદર કાવ્ય (ભક્તિ ગીત)!
    પણ વિનોદ જોશીનું રસ દર્શન ક્યાં છે?

    • ઓડિયો સાંભળશો તો શરૂઆતમાં જ સાંભળવા મળશે. આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *