મુક્તકો

પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?

– આસિમ રાંદેરી

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ

નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું

– અમૃત ઘાયલ

‘આવજો’ કીધું ન કીધું, સહેજમાં ચાલી ગયા
જિંદગીના બધા અરમાન પણ હાલી ગયા
લઇ ગયા સર્વસ્વ મારું એ કહું કેવી રીતે ?
આમ તો બે હાથ ખંખેરી દઇ, ખાલી ગયા

– મનહર મોદી

ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે
અસ્તિત્વ એનું ઓગળી જાશે અભાવમાં
સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?

– રાજેન્દ્ર શુક્લ

કાળનું આ ચક્ર ફરતું કાળ પર
જિંદગી આવી ઊભી છે ઢાળ પર
કોઇ પીંછા ખેરવી ઊડી ગયું
છે હજી એકાદ ટહ્કો ડાળ પર

– બાલુભાઇ પટેલ

11 replies on “મુક્તકો”

  1. જો શક્ય હોય તો શ્રેી અમ્રુત ધાયલ નિ એક અધુરિ પન્ક્તિ પુરિ કરિ આપ સો,
    આત્ લે પહોચ્યા પચિ સમજાય ચે, કશુ કરિ શકાતુ નથિ આ તો બધુ થાય ચે

  2. હજુ વધુ ગઝલો આસિમ જિ નિ મુક્શો તો મજા આવશે …… લિના …..

  3. આવજો’ કીધું ન કીધું, સહેજમાં ચાલી ગયા
    જિંદગીના બધા અરમાન પણ હાલી ગયા
    લઇ ગયા સર્વસ્વ મારું એ કહું કેવી રીતે ?
    આમ તો બે હાથ ખંખેરી દઇ, ખાલી ગયા
    વાહ !! બહુ જ સરસ રચન ચ્હે !! મઝા આઇ

  4. નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
    અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
    દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
    બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું

    aa mane bahu j gami gayee…khoob saras!!aabhar

  5. Very nice collection Jayshree!!

    હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
    હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
    વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
    હજી પણ રગેરગમાં સરકે છે કોઇ

    I liked this muktak very much..
    ..simply fantastic!!

    Urmi Saagar
    http://www.urmi.wordpress.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *