હોઠ હસે તો – હરીન્દ્ર દવે

હોઠ હસે તો ફાગુન
ગોરી ! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;

એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન.

અણું જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ.
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;

તવ શ્વાસોનો સ્પર્શ
હ્રદય પર મલયહાર મનભાવન.

કોઇને મન એ ભરમ, કોઇ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;

પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન.

(મુદા એટલે અવધિ, સમય મર્યાદા ; અવગાહન એટલે એમાં રસતરબોળ થઈ જવું )

(કવિ પરિચય)  

4 replies on “હોઠ હસે તો – હરીન્દ્ર દવે”

  1. હોઠ હસે તો ફાગુન
    જયશ્રીબેન જયશ્રી કૃષ્ણ
    આ ગીત દીલીપ ધોળકીયાના અવાઝમાં સાંભળ્યું છે તમે ફરી સંભળાવી શકશો

  2. ‘હોઠ હસે તો ફાગુન’ પંક્તિ વર્ષો પહેલાં જ્યારે પ્રથમવાર વાંચી હતી ત્યારે અનાયાસ જ કંઠસ્થ થઈ ગઈ હતી. કદાચ એ જ સાચી કાવ્ય-શક્તિ છે!

  3. One of the most known creation of Harindra Dave. Very popular lines in Gujarati poetry. Your Blog is very elegant. And so is the selection. … Harish Dave

  4. બે અક્ષર પ્રીત ના ?હોઠ હસે જ !
    સુંદર કાવ્ય છે. અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *