સ્વર: ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકાન : સુરેશ જોશી
આલ્બમ: સંગત
.
જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,
મંદિર માથે ધજા ચડે એમ હું ય ઢોલિયે ચડી!
ચૂમું મારાં ભાયગને કે ચૂમું હરિને, સૈ!
ખરી પડેલી ડાળ હું પાછી ઝાડે વળગી ગૈ,
કેમ કરી ઓળંગું, પરવત શી અવઢવની ઘડી!
ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટિયાં અમી,
હરિ જેટલા ગમ્યા એટલી મુને, મૂઈ! હું ગમી!
મુંને આંબવા મુજ સોંસરવી હરિ કાઢતા હડી…
-રમેશ પારેખ
ખૂબ જ મધુર composition. રમેશ પારેખ ની કવિતા ની સુંદર ગાયકી ઐશ્વર્યા ના મીઠો અવાજ ….મનને ગોપી ભાવથી તરબતર કરી દે એવી રચના
અદ્ભત !!!!!!
શ્રી રમેશ પારેખ…કવિ શ્રી – વાહ…
સુંદર મીરાં ગીત. એકવાર હ્રદય આકાશમાં હરિ જડી જાય પછી ભગવાન ભક્તને અપનાવવા હડી કાઢશે.
soal touching song….
beautiful lyrics and equally Catchy music