સ્વર: રૂપાંગ ખાનસાહેબ
સંગીત: મેહુલ સુરતી
.
છૂક છૂક છૂક છૂક
છૂક છૂક કરતી
ઉપડી જુઓ ગાડી
ગાર્ડ બતાવે લીલી ઝંડી
એન્જીને ચીસ પાડી …
આડા ઉભા વાંકા ચૂકા સાથે દોડે પાટા
ગામ ઠામ ને શહર નગરને જોડે છે આ પાટા
ઝાકળ ધુમ્મસ વાદળ વર્ષા વૃક્ષ પવનને મેઘધનુષ
પર્વત જંગલ ઝરણા નદીઓ સાથે મળીને ગાતાં
છૂક છૂક ગાડી આગળ જાતી સ્ટેશન ઊંધા જાતા
ડબ્બાની આગળ છે ડબ્બો
ડબ્બાની પાછળ છે ડબ્બો
હાલમ ડોલમ થાય છે ડબ્બો
ડોલમ હાલમ થાય છે ડબ્બો
ટીકીટ બતાવો ટીકીટ બતાવો કહેતો ફરતો
ટી ટી પહેરી કાળો ઝબ્ભો
ધરમ કરમનો ભેદ ભૂલીને હિંદુ મુસ્લિમ
શીખ ઈશાઈ સૌને લઈને ચાલી
ગાર્ડ બતાવે લીલી ઝંડી એન્જીને ચીસ પાડી..
છૂક છૂક….
-રૂપાંગ ખાનસાહેબ
ખુબ સરસ બાલગીત!
Excellent words with good music
ઉત્તમોત્તમ શબ્દ અંકન.
જરૂર છે, આવા બાળ સાહિત્યની
જો ગુજરાતી ભાષાની ગરિમા વધારવી હોય તો…
ધન્યવાદ.
Wonderful song for children,with appropriate sounds in the back ground.Thanks .