ગઝલ – મરીઝ

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

4 replies on “ગઝલ – મરીઝ”

  1. મરિઝ સહેબે બધુ કહેી દિધુ હવે વધારે વિચાર્વા નિ જરુર નથેી
    માતે તમોને તમારુ-અમારુ માથુ દુખાદવાનિ જરુર નથેી

  2. પ્રેમમાં પાગલ ને શેરી ભૂલાઈ જાય, એમાં શું નવાઈ?

    મરીઝ ની આ ગઝલ માણી. આનંદ આવ્યો. આભાર.

    – સુરેશ શાહ, સિંગાપોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *