ફિલ્મ : પ્રેમજી
ગીત : મિલિંદ ગઢવી
સંગીત : કેદાર – ભાર્ગવ
સ્વર : વ્રતિની ઘાડગે
મેં તો સૂરજને રોપ્યો છે આંગણે, મારા ફળિયાની કાંકરીયું ઝળહળે રે લોલ
મેં તો ચાંદાને મૂક્યો છે પાંપણે, મારા સપનાના દરિયાઓ ખળભળે રે લોલ…
હું તો કંકુના થાપામાં ખોવાતી જાઉં
બધી મમતાળી આંખ્યુથી જોવાતી જાઉં
મારી મહેંદીનો ગહેકે છે મોરલો, એને સાજણની આંગળીયું સાંભરે રે લોલ…
કોઈ આવીને ઓરતાને ઓરી ગયું,
મારી ઢીંગલીની નીંદરને ચોરી ગયું,
હું તો ઊભી છું ઉમરને ઉંબરે, મારા અંતરમાં ઘૂઘરીયું રણઝણે રે લોલ…
wonderful poetry, composition and voice. The film PREMJI is equally wonderful…..
ખુબ ખુબ આભાર….
Dariyo pito suryne bandh aankhe dharaai ne vhaal karto chandrane khuli aankhe.
..Rekha Shukla
દરિયો પીતો સૂર્ય ને બંધ આંખે ધરાઈ ને વ્હાલ કરતો ચંદ્ર ને ખુલ્લી આંખે….!! —રેખા શુક્લ
Just outstanding poetry and equally tuneful composition. Hearty congratulations to Milind Gadhavi and the composer.
Pauravi Desai
very nice song and so sweet voice
બાલપન થેી યુવાનેી મ પદાર્પન ન ભાવોનેી સુન્દર અભિવ્યક્તિ ! સન્ગેીત અને સ્વરો અનુપમ્
ફૂલ થવા કાળી અને પાંખડી ને સ્વપ્ના હોય, વાદળી થાય અવની ને ભીજવ વાની સાગરના નીરને મનમાં ઓરતા હોય, બાળક ને માની અને મને બાળક ની ચિંતા હોય! પણ આ બધા માં સર્વ શ્રેષ્ટ ઓરતા યુવાની ના ઉબરે આવી ઘડીક ઉભારેહ્વાની ઝંખના કહો કે પામવા નો પાદુર્ભાવ કહો? જીવન ના સમયાંતરે અચાર ,વિચાર અને મન ની શૃગાર વૃતિ ને માં અરીશા ના ઓરતા હોયજ, અઆમાં કલ્પના અને કૃતાર્થ નો વિય્ભાવ ભાવ નયનો અને તન વિચાર નો ચકડોળ ઘૂમે તો નાની થીગલી સમ ચંચલ મન ને વિચારો ખુદ્વાનો સંભંધ આવા કાવ્યો મજ જડે અને મધ ના સ્વાદ સમી માદકતા મુકીજય વાહ !
અપ્રિતમ સંગીત, સ્વર અને ગીત !