જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.
ખરી વાત છે, શાળા સમયે તો શું સમજણ હોય.
જીંદગી સમજાવે ત્યારે જ સાચી સમજણ આવે છે
gafil sir rocks
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે
very good
ભણવામાં આવતી … ખુબજ પ્રિય થઇ ગયેલી એવી પ્રથમ કવિતા – ગઝલ – એ વખતે એક કાચું-પાકું composition રચીને મિત્રો અને સ્નેહીઓ પાસે ગાવાનો પણ પ્રયત્ન કરેલો … સુખદ સંભારણા જીવનના – વાહ – આપનો આભાર – ભૂતકાળની મનગમતી ક્ષણોના સાક્ષાત્કાર માટે – હિમાંશુ
તારું હોવું મારું હોવું સાવ અલગ અલગ
જાવું સાચું એક જ કાંઠે નાવ અલગ અલગ
માણસ છીએ અમ ઈબાદત છે એજ પ્રભુ
મંદિરે મસ્જિદે ના અજમાવ અલગ અલગ
બદલાય સમય તો શું શું બદલાય પુછ ના
એની એ હો વાત પણ હો પ્રભાવ અલગ અલગ
ગુજરાતી અભ્યાસ ક્રમમા આવતી આ ગઝલ એ વર્ષોમા ગમતી હતી અને આજે જ્યારે તેનો ભાવાર્થ સમજાયો ત્યારે કઈક વધારે ગમી.
ખુબ સરસ ગમ્યુ
જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.
સુંદર ગઝલ… બધા જ શેર અર્થસભર અને ધ્યાનાર્હ બન્યા છે
As same as one Gazal from “Mariz saheb”..You can read this at:
https://tahuko.com/?p=603
મે નાનપણ મા વાચલી રચના – ફર ઘણા દી ઐ વાચ. ગમી
આ પંક્તિઓ ગમી
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.
શાહબુદ્દીનભાઈ રાઠોડના અવાજમાં તેમની એક સુપ્રસિદ્ધ રજુઆત – કદાચ “વનેચંદનો વરઘોડો” માં એમણે કેટલીક પંક્તીઓ સાંભળી ત્યારથી આ રચના ગમતેલી, આભાર!