આઘો જઉં તો છોરી ઓરી રે આવતી
ને ઓરો જઉં તો જાય આઘી
મને છોકરીઓ ના રે સમજાતી –
પૂછું તો લજ્જાથી લાલ થાય ગાલ
ને ના પૂછું તો ગુસ્સાથી રાતી
મને છોકરીઓ ના રે સમજાતી –
મળવા આવે છે રોજ મોડી
ને કહેતી કે અરીસાએ રાખી’તી રોકી
‘દુપટ્ટો ભૂલીને દોડી ક્યાં જાય’
એવું કહી દીધું હળવેથી ટોકી
આયના સંગાથે વાતો કરે ને
મારી સામે એ મૂંગા મલકાતી
મને છોકરીઓ ના રે સમજાતી –
હળવા મથો ને થોડું ભળવા મથો
જો તમે કળવા મથો તો પડો ખોટા
હૈયામાં રહેનારી છોકરીના રાખવાના
હોય નહીં પાકીટમાં ફોટા –
ડૉલરનો દરવાજો હળવે હડસેલીને
દલડામાં આવી સમાતી
મને છોકરીઓ ના રે સમજાતી –
– તુષાર શુક્લ
તુષાર સર..મારા બાર માના વિધાર્થીઓ ને મઝા આવી ગઈ. .Thank you sir
ખુબજ સુન્દર ગિત, મઝા પઙિ,
સાવ સાચિ વાત કરિ મઝા આવિ ગયિ
બારેીન
વાહ તુષારભાઇ! તમે કહી દીધુ કેઃ
“પૂછું તો લજ્જાથી લાલ થાય ગાલ
ને ના પૂછું તો ગુસ્સાથી રાતી”
અને કહો છો કે “મને છોકરીઓ ના રે સમજાતી!” બાપુ, તમનેજ છોકરીઓ સમઝાણી.
પ્રશાંત પટેલ
મેરિલેન્ડ.
સરસ ! છોકરીની કેમેસ્ટ્રી ક્યાંથી સમજાય ?.આ કોયડો તો ખુદ ભગવાન માટે પણ છે
તુષારભાઈ !છોકરીની હિલચાલ સરસ રીતે.રજુ કરીછે.
વાહ! ક્યાં કોઈથી સમજાઈ છે,વિશ્નુને પૂછો લખમી સમજાઇ છે ખરી?
very good Tusharbhai.Very good imeginetion for young Allad girls.
બહુ જ સુન્દર
શબ્દો , ભાવ અતિ સુન્દર
સ્ત્રિ ને સમજ્વિ અઘ્ રિ ચ્હે .
બહુ સરસ કવિતા છે.
ગુજરતી ફિલ્મ માટે લ્ખ્યુ હોય એવુ ગીત્….. અવિનાશ ભાઈ ની યાદ આવી…!
કોઇ આ ગીત માધુર ગાય તો સારુ લાગે…………..
Great…………….