સ્વર – સ્વરાંકન : રાહુલ રાનડે
મને તો તમારી સદા યાદ આવે,
પ્રણયના પ્રસંગો બધા યાદ આવે.
તમે સાત સાગર તરીને ગયાં પણ,
અહીં તો તમારો હજી સાદ આવે
બધે આજ વાદળ છવાયા ગગનમાં,
ટહૂકો તમે તો જ વરસાદ આવે !
હવે રોજ એવી મિલનની મજા ક્યાં?
મિલનની મજા તો વિરહ બાદ આવે.
ન ‘આતશ’ પરાયો તમે પણ સમજશો,
કદી કામનો છે, કદી યાદ આવે !
૨૨/૦૯/૧૯૭૫ – આતશ ભારતીય
આભાર સન્જય્ભૈ… તાલ ઝપ્તાલ અને રાગ શ્યામ કલ્યાણ્…
આટ્લી સુન્દેર ગઝલ પોસ્ટ કરવા બદલ ખુબ ખુબ અભિનન્દન્.પ્રવક્તાએ શ્રુઆતમા કહ્યુ તેમ કોઇ અવનવા તાલમા રચાયેલી આ ગઝલ સામ્ભળવાની ઘણી મઝા આવી.. મિલનની મઝા તો વિરહ બાદ આવે એ પન્ક્તિ બરાબર યાદ આવે- સદા યાદ આવે.
શ્રી આતશ ભારતીયની મુકેલી રચના ખુબ ગમી, સરસ .. સાથે સુન્દર કમ્પોસિશન્.. શરુઆત માં પ્રેમ વિશે બોલેલ વ્યક્તિ નો નામ પણ સાથે દર્શવો , …. કવિ અને ગાયક ની સાથે .. આભાર ….
શ્રી આતશ ભારતીયની ગઝલ ગાયિકીના સમગ્ર્ કાર્યક્રમનુઁ સફળ સઁચાલન ભાવિ દઁત તબીબ અને વડોદરાના અવસર પરિવારના શ્રીપૌલીન શાહે કર્યુ હતુઁ .મને તો તમારી સદા યાદ આવે- ગઝલ ની શરુઆત માં પ્રેમ વિશે બોલેલ વ્યક્તિ એ જ શ્રી પૌલીન શાહ……..ખૂબ ખૂબ આભાર…….
વાહ !રાહુલભાઈ!વાહ……..વડોદરાના કવિ શ્રી. લલિત રાણા આતશ ભારતીય ના શબ્દો અને વડોદરાનાઁ જ સ્વરકાર શ્રી રાહુલ રાનડે નુ સ્વરાંકન …ખુબજ મઝા પડી……રાહુલભાઈ અત્યારે મોરેશિયશ છે….તો તમને આતશ ભારતીય નો આ શેર અર્પણ્……
તમે સાત સાગર તરીને ગયાં પણ,
અહીં તો તમારો હજી સાદ આવે……..
જયશ્રીજી અને ટહુકો પરિવાર નો ખુબ ખુબ આભાર………….
THANKS A LOT….
તમે સાત સાગર તરીને ગયાં પણ,
અહીં તો તમારો હજી સાદ આવે
બધે આજ વાદળ છવાયા ગગનમાં,
ટહૂકો તમે તો જ વરસાદ આવે !
તમે સાત સાગર તરીને ગયાં પણ,
અહીં તો તમારો હજી સાદ આવે…