જ્યારે ‘અમે અમદવાદી’ ગીત ટહુકો પર આવ્યુ’તુ. ત્યારે ધવલભાઇએ યાદ કરાવ્યુ’તુ કે કોઇ સુરતનું આવું ગીત શોધો…. મેહુલ સુરતીએ આમ તો સુરત શહેર પરના એક ગીતને સંગીત આપ્યું છે – પણ રેકોર્ડ નથી કરાવ્યું, એટલે હજુ પણ ટહુકો પર એ મેહુલો વરસે એની રાહ જ જોવી રહી.
મારા મમ્મી-પપ્પા સુરતી એટલે આમ જોવા જઇએ તો હું પણ સુરતી જ .!! પછી સુરતના વરસાદના આવા વખાણ થતા હોય તો નાચવાનું તો મન થાય જ ને.. જો કે આજનું ગીત સુરતીઓ સહિત બધાને જ નચાવે એવું છે.
સંગીત : હરીશ ઉમરાવ
સ્વર : હરીશ ઉમરાવ, સ્તુતિ શાસ્ત્રી
.
પતરે ટપાક્ક ટપ છાંટા પડે, ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે
સુરતનો એવો વરસાદ…
બારીમાં કૂદે ભફાંગ કરી વાછટ, ને વીજળી વેરાય મૂઠે મૂઠે
સુરતનો એવો વરસાદ…
પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઉછળે ને તીર એની સાથે સટ્ટાક સટ્ટ છૂટે
સુરતનો એવો વરસાદ…
નેવાંની સાથ વળી ઝૂલતા કોઇ હિંચકાનું આછું કિચૂડકચ્ચ એવું
સુની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે એકલું પારેવું
રસ્તાઓ સુમસામ ખુલ્લા ફટ્ટાક જેમ શિવાજી શહેરને લૂંટે
સુરતનો એવો વરસાદ…
સ્ુરત ના સર્સિઆ ખાજા યાદ આવઈ
મને તમરુ ગિત ખુબજ ગ્મ્યુ આ ગિત નિ સિડી મને કયાથિ મલશે તે જનાવજો
makes us feel like taking part in nature’s orchestra
anil parikh
સુરત નુ જમણ ને કાશી નુ મરણ, પછી બીજુ કહેવુ શુ?
mara ahmedabad ane bhavnagar mate avi rachna hovi j joie.
Excellent Lyrics, music and singers
We miss our Surat. Thanks Harishbhai and team
ખુબ જ મસ્ત સોન્ગ
મજા આવિ ગયિ અને જ્યારે અત્ય્આરે વર્સાદ ચાલુ જ હોઇ ત્યારે ONLINE ભિજઐ ગયા
સુરતનિ , નમનિ , ભિનિ મુલાયમ વરસાદિ સાજ યાદ આવિ ગઇ .
ટહુકો.કોમ એવું માધ્યમ છે કે જે જૂની યાદો ને તાઝી રાખે છે :
oho.mara surat vise aatli mast…..”rachna”…thanks
maja padi gayi.
બૌ સરસ ગિત
બહુ જ સુન્દર
મસ્ત મજાનુ સરસ સુરિલુ.like it man….
no worry,this time will come only for surat rain.last year i missed but this time not.
i will come sardar bridge.
વાહ મજા આવેી ગઇ.વરસાદમા જાને ભિનજાઈ ગઈ.સાથે ઝુમેી પન ખરેી.
ખરેખર મઝા આવી ગઈ! સુરતનો વરસાદ મે ઘણા વર્ષો પછી અહિ જ અનુભવી લીધો
યાર્ મજા આવી ગયી. સુરત યાદ આવી ગયુ. સુરત નો વરસાદ યાદ આવી ગયો. thank you jayshree.
મને તહુકો મા કેવી રીતે પ્લે કરવુ તે આવતુ નથી તો મને સમજાવસો પ્લીઝ.
i appreciate all the poets who has written this touching songs
વરસાદી ગીતમાં ભીંજાવાની બહુ મઝા આવી. નળિયા, છાપરાં, નેવાં, હવેલી, હિંચકો.. આ બધા શબ્દોએ મઝાને અનેકગણી વધારી દીધી.
નયનની હેલીમાં ભીતર-બહાર ભીજાઈ ગયા
વાહ્
…જેમ શિવાજી શહેરને લૂંટે
બાળપણમાં-સૂરતની પડતીના કારણો આગ,રેલ અને શિવાજીની લૂંટ યાદ કરતા
ભીતેરે તો
સાત જનમના તૂટે તાંતણા, વીજળીને ઝબકારે,
ભવભવ કેરી તરસ બુઝાતી હરિરસ મૂશળધારે.
નયનભાઈની આગવી શૈલીમાં તળપદાં શબ્દો અને તરબોળ કરી દે એવો મસ્તમજાનો ભીનો ભીનો લય… વાહ !
સુરતનો વરસાદ એવો,
બધાને રસભીના કરે ને નચાવે